Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

આર્ટસ ડીનની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર પ્રવિણસિંહ ચોહાણનો ભવ્ય વિજય

પ્રવિણસિંહને ૩૯ મત જયારે જનવિકલ્પ મોરચાના મહામંત્રી ડોડીયાને માત્ર ૧૧ મતઃ સેટલમેન્ટ નડી ગયુ?

રાજકોટ તા.૧૮: સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજે આર્ટસ ફેકલ્ટીના ડીનની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપ-કોંગ્રેસના માન્ય ઉમેદવાર જેતપુરના પ્રવિણસિંહ ચોૈહાણનો વિજય થયો હતો.

આર્ટસ ફેકલ્ટીના ડીનની ચૂંટણીમાં ૫૯ પૈકી ૫૩ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમાં ૩ મત અમાન્ય રહયા હતા. ડીનની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના માન્ય ઉમેદવાર પ્રવિણસિંહ ચોેહાણને ૩૯ મતો અને જનવિકલ્પ પાર્ટીના  મહામંત્રી ડો.જયદિપસિંહ ડીડીયાને માત્ર ૧૧ મતો મળ્યા હતા.

એક સમયે લડાયક અધ્યાપક નેતા તરીકે જાણીતા બનેલા ડો. જયદિપસિંહ ડોડીયાએ પુર્વ કુલપતિ ડો. પ્રતાપસિંહ ચોૈહાણ સાથે છેલ્લા ૩ વર્ષ કરેલ સેટલમેન્ટનો પડઘો આ ચૂંટણીમાં પડયો હોવાની છાપ ઉપસી  છે. એકીસાથે ડીન અને અધરડીન તેમજ કોઇપણ ચુંટણી એકલવીર ની જેમ જીતનાર ડો. જયદિપસિંહ ડોડીયાની ત્રણ વર્ષની નિષ્ક્રિયતાને કારણે નવોદિત ઉમેદવાર પ્રવિણસિંહ ચોૈહાણ સામે હાર થઇ હતી.

લડવૈયા અધ્યાપક નેતા જયદિંપસિંહ ડોડીયાને હરાવવા ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ રીતસર એકમંચ પર આવી ગયા હતા. પ્રવિણસિંહ ચોૈહાણને ખુલ્લુ સમર્થન આપેલ છતા જયદિપસિંહ ડોડીયા ૧૧ મત લઇ જતા ભાજપ-કોંગ્રેસના ગણત્રીબાજોના ગણિત ખોટા પડયા હતા

(4:17 pm IST)