Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

રાજકોટ કલેકટર તંત્ર-મહેસૂલી કચેરીઓનું હજુ પ કરોડનું લેણું બાકીઃ ઉઘરાણીમાં ઢીલાસ

કલેકટર પણ ચોંકી ઉઠયાઃ ઝડપી રીકવરીના આદેશોઃ એપ્રિલમાં માત્ર ૩૦ લાખ આવ્યા :એક તો સ્ટાફની અછત અને તેમાંબે વર્ષમાં ૪૦ અધિકારી-કર્મચારી નિવૃત થશે એ લટકામાં

રાજકોટ, તા.૧૮, તાજેતરની આર.ઓ.મીટીંગ અને ફાઇનલ સર્વે રીપોર્ટ બાદ એવી વિગતો બહાર આવી છે કે રાજકોટ કલેકટર તંત્ર હેઠળની તમામ મહેસૂલી કચેરીઓનું હજુ ગામ પાસે પ કરોડ આસપાસનું લેણું બાકી નીકળતુ હોવાનું બહાર આવ્યું છે.

આ રીપોર્ટથી કલેકટર રાહૂલ ગૂપ્તા પણ ચોંકી ઉઠયા છે, અને ઝડપી રીકવરીના આદેશો કર્યા છે.

આ પાંચ કરોડની બાકી સામે એપ્રિલમાં માત્ર ૩૦ લાખ જેવી રકમ મહેસૂલી કરની આવી છે, ઉઘરાણીમાં-નોટીસોમાં તમામ કચેરીઓ ઢીલી ઢફ હોવાનું ફલીત થઇ રહ્યું છે.

જો કે આ સામે કર્મચારીઓ એવો બચાવ કરી રહ્યા છે કે, સ્ટાફની ભારે અછત છતા અને લટકામાં ૧II થી ૨ વર્ષમાં ૪૦ જેટલા અધિકારીઓ-કર્મચારીઓ રિટાયર્ડ થઇ રહ્યા છે, નવો સ્ટાફ અપાતો નથી, આમાં ઉઘરાણી કેમ કરવી.

દરમિયાન કલેકટરે મહેસૂલી કર ઉપરાંત મહેસૂલી તપાસણીના જે મહત્વના ર૦ કેસોમાંથી ૬ માં રીપોર્ટ અપાયા છે. તેમાં પણ બાકીના પેન્ડીગ તમામ કેસોનો ર થી ૩ મહીનામાં નિકાલ કરી લેવા આદેશો કર્યા હતા.

(4:04 pm IST)