Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

મવડીના વોંકળામાં ડિમોલીશન : ઇંટોના ભઠ્ઠા-માટી રબીશના દબાણ હટાવાયા

રાજકોટ : મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે શહેરના વેસ્ટ ઝોન વિસ્તાર મવડી સ્મશાન પાસે, 'વન વીક વન વોંકળા' અંતર્ગત વોર્ડ નં. ૧૧માં સોલીડ વેસ્ટ શાખા દ્વારા સુચવેલ હયાત વોટર વે (વોંકળા)માં નડતરરૂપ કાચા-પાકા દબાણ દૂર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવતા વોર્ડ નં.૧૧, મવડી સ્મશાન પાસે વોંકળામાં આવેલ ઇંટોના ભઠ્ઠા તથા અવરોધરૂપ માટી રબીશનું દબાણ દૂર કરાવેલ છે. મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા વન વીક વન વોંકળા અંતર્ગત સંયુકત કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવેલ જે અન્વયે કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ વેસ્ટ ઝોનના આસિ. ટાઉન પ્લાનર પી.ડી. અઢીયા, અજય પરસાણા, રાજેશ મકવાણા તથા અન્ય વેસ્ટ ઝોનનો તમામ ટી.પી. સ્ટાફ હાજર રહેલ. આ ઉપરાંત સ્થળ પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યા હતાં. વિશેષમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના  પર્યાવરણ ઇજનેર એન.આર. પરમારની સુચના મુજબ આસી. પર્યાવરણ ઇજનરે વી.આર. ચાવડા તથા એસ.એસ.આઇ. જે.આર. નિમાવત હાજર રહી ત્રણ જે.સી.બી. દ્વારા ડમ્પરના ફેરાથી ભરતીનો નિકાલ કરવામાં આવેલ છે તેમ તંત્રની સતાવાર યાદીમાં જણાવાયું છે.

(3:49 pm IST)