Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

યુવતી સાથે ત્રણ-ત્રણ વખત દુષ્કર્મ આચરવાના ગુન્હામાં દડવાના જગદીશ મહીડાની ધરપકડ

રાજકોટ, તા. ૧૮ :. ભાવનગર પંથકની યુવતીને પ્રેમજાળમાં ફસાવી ટ્રેન નીચે કપાઈને આપઘાત કરવાની બીક બતાવી ઉમરાળાના દડવા ગામના વણકર શખ્સે રાજકોટમાં યુવતી સાથે ત્રણ - ત્રણ વખત દુષ્કર્મ આચરવાના ગુન્હામાં મહિલા પોલીસે વણકર શખ્સની ધરપકડ કરી હતી.

મળતી વિગતો મુજબ ભાવનગર પંથકની યુવતીએ ગત તા. ૨૨-૪ના રોજ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ હતુ કે, પોતે ગત તા. ૧૯-૩ના રોજ તેના મોટા બાપુ સાથે મુંબઈમા રહેતા કાકાના ઘરે જવા માટે ટ્રેનમાં બેઠી હતી ત્યારે વિરમગામ રેલ્વે સ્ટેશને ટ્રેન ઉભી રહેતા પોતે રેલ્વે સ્ટેશનમાં ઉતરી હતી ત્યારે ત્યાં તેના જ ગામનો જગદીશ મનજીભાઈ તથા તેના કાકા જગદીશ બધાભાઈ મહીડા બન્નેનો ભેટો થઈ ગયો હતો ત્યારે પોતે જગદીશ સાથે ફોરવ્હીલમાં રાજકોટ આવી હતી અને બન્ને કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલની પાછળ એક રૂમ ભાડે રાખ્યો હતો ત્યાં રોકાયા હતા. આ દરમિયાન જગદીશે પોતાની સાથે દુષ્કર્મ આચર્યુ હતું.

આ ગુન્હામાં મહિલા પોલીસ મથકના પી.આઈ. સાપરા સહિતના સ્ટાફે ઉમરાળાના દડવા ગામના જગદીશ મનજીભાઈ મહીડા (ઉ.વ.૧૮)ની ધરપકડ કરી હતી.

(3:40 pm IST)