Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

કોઠારીયા કોલોની યુવા ગ્રુપ દ્વારા મહિલા સંમેલન- પ્રવાસ

 સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી કોઠારીયા કોલોની યુવા ગ્રુપ દ્વારા બહેનો માટે સંમેલન અને અભ્યાસલક્ષી પ્રવાસનું આયોજન કારાયુ હતુ. નટેશ્વર મહાદેવ મંદિરે યોજાયેલ આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ડે. મેયર શ્રીમતી દર્શિતાબેન શાહ, ભકિતનગર પોલીસ મથકના મહિલા પી.એસ.આઇ. એ. વી. પીપરોતર, વોર્ડ નં. ૧૪ ના કોર્પોરેટર કિરણબેન સોરઠીયા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એ. વી. જોષી, એડવોકેટ હિંમતભાઇ લાબડીયા, ગજેન્દ્રસિંહ ઝાલા, જયાબેન ચૌહાણ, પારૂલબેન કડીવાર, જયોતિબેન માઢક, હંસાબેન સાપરીયા, ડીમ્પલબેન ગુજરાતી, મંજુલાબેન કોટડીયા, સ્મૃતિબેન જોષી, રમેશ પાબારી, ઉર્મિલાબેન યાદવ, સુનિતાબેન કીરી, ચેતનાબા પરમાર, પ્રિયંકા વિસરોલીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર સંચાલન કોઠારીયા કોલોની યુવા ગ્રપુના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલાએ સંભાળ્યુ હતુ.

(3:40 pm IST)