Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

મંગળવારે રાજકોટમાં અસંગઠિત મજદુર કોંગ્રેસનું સૌરાષ્ટ્રવ્યાપી સંમેલન

પ્રભારી રાજીવ સાતવજી, અમિત ચાવડા, પરેશ ધાનાણી, સહિતના આગેવાનોના વકતવ્યઃ આશાવર્કર, આંગણવાડી બહેનો, કામોદારોના પ્રશ્નો અંગે ચર્ચા

 રાજકોટઃ તા.૧૮, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલજીના વિચારો અને નેમ સાથે એક આ સંગઠિત મજુર કોંગ્રેસની સંગઠન ઉભી કરવામાં આવી છે જેના ભાગ રૂપે સૌરાષ્ટ્રઝોનના અસંગઠિત મજદુર કોંગ્રેસનું સંમેલન તા.૨૨ના મંગળવારે સવારે ૧૦ થી ૧૨ અરવિંદભાઇ મણિયાર હોલ ખાતે રાખવામાં આવેલ છે.

 અસંગઠિત મજદુર જેવા કે આશાવર્કર, આંગણવાડીની બહેનો, ફિકસ પગારના શિક્ષકો, રીક્ષા ચાલકો, લારી ગલ્લા, પાથરણાવાળા અને શાક બકાલાવાળા, પ્રવાસી મજદુરો, ટ્રાન્સપોર્ટ અને કારખાનામાં કામ કરતા મજુરો, ઘર કામ લોકો, સફાઇ કોન્ટ્રાકટ મજદુરો,  હોસ્પીટલમાં કામ કરતા કામદારો, માછીમારો, વૃક્ષારોપણ કરતા મજુરો, માથે વજન ઉપાડી  મજુરી ઇત્યાદીને સામાજીક સુરક્ષા, શિક્ષા અને સ્વાસ્થ્યનો સ્થાયી લાભ સરકારશ્રી તરફથી મળી રહે એવા મજદુર વિકાસ લક્ષી કાર્યક્રમો કોંગ્રેસ દ્વારા યોજવામાં આવશે.

 કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી શ્રી રાજીવ સાતવજી, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શ્રી અમીત ચાવડાજી, વિપક્ષ નેતા શ્રી પરેશ ધાનાણી, અસંગઠિત મજદુર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શ્રી અશોક પંજાબીજી, પુર્વ કોંગ્રેસ પ્રમુખ શ્રી અર્જુન મોઢવાડીયાજી અને પ્રદેશ મહામંત્રી ડો. હેમાંગ વસાવડાજી હાજર રહેવાના છે

 સંપુર્ણ સૌરાષ્ટ્ર ઝોનનું સંમેલનનું સંચાલન ડો. હેમાંગ વસાવડા કરી રહયા છે. સંચાલન સમિતિમાં જશંવતસિંહ ભટ્ટી, અશોકસિંહ વાઘેલા, મુકેશભાઇ ચાવડા, આદિત્યસિંહ ગોહિલ, અશોક દાફડા, ભાર્ગવ પઢીયાર, મુકુંદભાઇ ટાંક, રાજુભાઇ પટેલ, ગીરીશભાઇ વાણીયા, જીજ્ઞેશભાઇ વાગડીયા, આશિષ વાઢેર, ધમભા પરમાર, સંદીપભાઇ રાખશીયા, રાજુભાઇ પાડલીયા, દિનેશ સોલંકી, ગોપાલ મકવાણા, પ્રવીણભાઇ મૈયડ, ચંદ્રેશ રાઠોડ, નરેશ ગઢવી, વિક્રમભાઇ સોલંકી, ગોવિંદભાઇ અઘેરા, પ્રહલાદસિંહ ઝાલા, શૈલેષભાઇ રૂપાપરા, સરલાબેન પાટડીયા, પ્રફુલ્લાબેન ચૌહાણ, રાજીબેન દાફડા, ગીતાબેન જરીયાનો સમાવેશ કરાયો છે.

 આ સંદર્ભે આજે શુક્રવારે તમામ કોર્પોરેટરો, હોદ્દેદારોની મીટીંગ નાગર બોર્ડીંગ, વિરાણી સ્કુલની સામે ટાગોર રોડ, રાજકોટ ખાતે  સાંજે ૭ વાગે રાખવામાં આવી હોવાનું  યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ વિક્રમડાભી) (૪૦.૧૧)

 

(3:39 pm IST)