Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

રાજકોટ જિલ્લા પંચાયતના સભ્યનો પ્રશ્ન

મગફળી ન પાકે તો કપાસ કઇ રીતે પાકે ? :ભાવનાબેન ભૂત

રાજકોટ, તા. ૧૮ : જિલ્લા પંચાયતના સભ્ય ભાવનાબેન ભૂત જણાવે છે કે સરકાર દ્વારા ખેડૂતોને કપાસના  પાક વીમો ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં ખેડૂતોને ખૂબ જ અન્યાય થઇ રહ્યો છે. ગત વર્ષનો મગફળીનો પાક વીમો સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યો છે તો જયારે મગફળી ન થઇ તે સરકાર સ્વીકારે છે. જો મગફળી ન થાય તો કપાસ કઇ રીતે થાય ? એવો પ્રશ્ન ઉપજે છે.

મગફળી તો ચોમાસુ પાક છે જયારે કપાસ તો શિયાળામાં થાય છે અને બીજુ કે કપાસમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ પણ મોટાપાયે જોવા મળ્યો છે તો આ બાબતે સરકાર તરફથી પાક વીમા બાબતે પુનઃવિચારણા કરી ખેડૂતોએ ચૂકવેલ પાક વીમાનું પ્રીમીયમ એળે ન જાય અને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તેવું સામાન્ય ગામડાના ખેડૂતો ઇચ્છી રહ્યા છે તેમ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રીમતિ ભાવનાબેન ભૂત જણાવે છે.

(11:33 am IST)