Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

રેલ્વે સ્ટેશન પાસેથી બીનવારસુ મળેલી બાળકીના વાલીની શોધ

બાળકીને અસુરક્ષિત રીતે નાસી જનાર અજાણ્યા શખ્સ સામે ગુનો

રાજકોટ, તા.૭: રેલવે જંકશન રોડ તકદીર હોટલ પાસેથી બાર દિવસ પહેલા મળેલી અઢી વર્ષની બાળકીના વાલીવારસની શોધખોળ આદરી છે. પ્રનગર પોલીસે બાળકીને અસુરક્ષિત રીતે નાસી જનાર શખ્સ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.

મળતી વિગત મુજબ રેલ્વેસ્ટેશન રોડ પર તકદીર હોટલ પાસે બાર દિવસ પહેલા એક અઢી વર્ષની બાળકી એકલી મળી આવતા યુનુસભાઇ નામના વ્યકિતએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા કંટ્રોલ ઇન્ચાર્જે  જાણ કરતા પ્રનગર પોલીસ મથકના એએસઆઇ એસ.ડી.પાદરીયા તથા રાઇટર આનંદભાઇએ બાળકીને પોલીસ મથકે લાવી તેના વાલીવારસની શોધખોળ આદરી હતી. પરંતુ કોઇ પતો ન લાગતા પ્રનગર પોલીસે બાળકીને ગોંડલ રોડ પર કાઠીયાવાડ બાલાશ્રમ ખાતે સોંપવામાં આવી છે. અને પ્રનગર પોલીસે આ બાળકીને બીનવારસુ જગ્યાએ અસુરક્ષિત રીતે મુકી નાશી જનાર અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ આદરી છે. જો કોઇ આ બાળકીના વાલીવારસ હોય તો પ્રનગર પોલીસ સ્ટેશન ફોન નં.૦૨૮૧ ૨૪૪૬૦પપ ઉપર સંપર્ક કરવો.

(8:15 pm IST)