Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

રાજકોટના પોલીસ બેડામાં કોરોના ઘુસ્યો :યુનિવર્સિટી પોલીસ મથકના 17 કર્મચારીઓને કોરોના પોઝિટીવ

પીઆઇ અજીતસિંહ ચાવડા, 2 PSI સહિત 17 પોલીસકર્મી કોરોના સંક્રમિત

 

રાજકોટમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન કોરોનાની ઝપેટમાં આવ્યું છે. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 17 પોલીસકર્મીઓ કોરોનાગ્રસ્ત થયા છે. જેમાં PI અજીતસિંહ ચાવડા, 2 PSI સહિત 17 પોલીસકર્મીને કોરોના પોઝિટીવ આવ્યા છે.

રાજકોટમાં હોસ્પિટલ બહાર 108 એમ્બ્યુલન્સ તથા ખાનગી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. 60થી વધુ એમ્બ્યુલન્સો લાઈનોમાં જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દર્દીને દાખલ કરવા માટે રાત્રે અઢી વાગ્યાથી હોસ્પિટલ બહાર લોકો કતારો લગાવી રહ્યા છે.

 રાજકોટના સાંસદે જિલ્લા આયોજન અધિકારીને પત્ર લખ્યો છે. સાંસદ મોહન કુંડારિયાએ પત્ર લખ્યો હતો. રાજકોટ જિલ્લામાં 9 જેટલી 108 ફાળવવા અપીલ કરી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં 3-3 108ની માગ ઉઠી છે. મોરબીમાં પણ 3 ગાડીઓ ફાળવવા માગ કરાઈ છે

(12:09 am IST)
  • રતનપર બોર્ડર ઉપર શામળાજી પોલીસ દ્વારા વાહનોના ચેકીંગ દરમિયાન એક કારમાંથી રૂ. ૮૦ લાખની રોકડ મળી : કાર રાજસ્થાન પાસિંગની છે : પોલીસે કાર સાથે ચાલક સહિત બે વ્યકિતની ધરપકડ કરી તપાસ હાથ ધરી access_time 1:06 pm IST

  • અમદાવાદના જુહાપુરા સ્થિત આમેના ખાતુન હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાતા 42 દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા access_time 8:57 pm IST

  • રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય : હવેથી રાજ્યમાં RT-PCR પરીક્ષણો ફક્ત 350 રૂપિયામાં સરકારી અને ખાનગી લેબમાં કરવામાં આવશે તેમ રાજ્ય સરકારે ઘોષણા કરી. access_time 10:20 pm IST