Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના 284 કેસ: કુલ આંક 26,320એ પહોંચ્યો

ગઈકાલે પોઝિટિવ કેસ કરતા સાજા થયેલ દર્દીઓના આંકમાં વધારો: 412 કેસ નોંધાયા: જયારે 416 લોકો કોરોના સામે જંગ જીત્યો

રાજકોટ: શહેરમાં આજે બપોરે બાર વાગ્યા સુધીમાં 284 કેસ નોંધાતા કુલ આંક 26,320એ પહોંચ્યો છે. 

ગઈકાલે ૪૧૨ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જયારે  416 દર્દીઓ સાજા થયા છે .  આમ પોઝિટિવ કેસ કરતા સજા થયેલ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

આ અંગે   મ્યુનિ.કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરમાં આજે બપોરે સુધીમાં વધુ 284 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસ 26,320 થયા છે.ગઈકાલે 416 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ  21,551 થતા રિકવરી રેટ  82.77 ટકા થયો છે.

 આજ દિન સુધીમાં કુલ 8,48,465 સેમ્પલ પૈકી કુલ 26,320 કેસ નોંધાતા પોઝિટિવ રેટ 3.06 ટકા થયો છે.

(1:40 pm IST)