Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

રાજકોટની એન.કે. જાડેજા કન્યા છાત્રાલય ૧૦૦ બેડ સરકારને સુપ્રત કરવા તૈયાર

આજથી ૧૪ દિવસ ગુજરાતના રાજપૂતો સ્વયંભૂ સજ્જડ લોકડાઉન પાળેઃ ડો. જયેન્દ્રસિંહ જાડેજા : કોરોનાની ભયાવહ સ્થિતિમાં તંત્રને સાથ આપવા આગળ આવતા રાજપૂત યુવા સંઘના અગ્રણી પી.ટી. જાડેજા

રાજકોટ, તા. ૧૭ :. રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલી શ્રી એન.કે. જાડેજા રાજપૂત કન્યા છાત્રાલય બિલ્ડીંગના ૨૫ રૂમ (૧૦૦ બેડ સાથે) કોરોના સામેની લડાઈ માટે સરકારને સુપ્રત કરવા છાત્રાલયના ફાઉન્ડર ટ્રસ્ટી અને રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પી.ટી. જાડેજાએ તત્પરતા રાજકોટ કલેકટર તંત્રને આ અંગે જાણ કરી છે.

ગુજરાત રાજપૂત યુવા સંઘના ડો. જયેન્દ્રસિંહ જાડેજા, પી.ટી. જાડેજા, વિસુભા ઝાલા, જે.ડી. ગોહિલ સહિતના અગ્રણીઓની મળેલી બેઠકમાં રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર અને જામનગર સ્થિત સંસ્થાના બિલ્ડીંગ પણ કોરોનાના દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ બનાવવા તૈયારી દર્શાવાઈ છે.

આ ઉપરાંત તમામ અગ્રણીઓએ આજે તા. ૧૭ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી ૧૪ દિવસ ગુજરાતમાં વસતા રાજપૂત સમાજના ભાઈઓને તેમના ધંધા બંધ રાખી સ્વયંભુ સજ્જડ લોકડાઉન પાળવા અપીલ કરી છે.

(12:48 pm IST)
  • અભિનેતાથી રાજકારણી બનેલા મિથુન ચક્રવર્તી રવિવારે બંગાળના રાયગંજમાં તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન અચાનક તેમની તબિયત બગડી હતી. તેમને કોલકાતાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં એક રેલી દરમિયાન ભાજપમાં જોડાયેલા મિથુન ચક્રવર્તીને પ્રચાર સભામાં ખુબજ બેચેની અનુભવતા, હોસ્પિટલમાં ખસેડાયા હતા. ડોકટરોના જણાવ્યા મુજબ મિથુન ચક્રવર્તીની તબિયત પાછળ ડિહાઇડ્રેશનની આશંકા છે. access_time 11:15 pm IST

  • પ્રાંતિજમાં વેપારીઓનો સ્વૈચ્છિક નિર્ણય : વેપાર ધંધા બપોરે ૩-૦૦ સુધી જ ખુલ્લા રહેશે : કોરોનાને મહાત આપવા વેપારીઓ એક થયા : ૩૦ એપ્રિલ સુધી આ નિર્ણય અમલમાં રહેશે access_time 1:06 pm IST

  • છત્તીસગઢના બીજાપુર એન્કાઉન્ટરના મુખ્ય આરોપી નક્સલી આતંકી હિડમા પર NIAએ જાહેર કર્યું 7 લાખ રૂપિયાનું ઇનામ access_time 8:56 pm IST