Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

'મૈ ભી ચોકીદાર હું' : રાજકોટના મહેશભાઇ વેકરીયા અને તેમના પુત્ર સાર્થક દ્વારા નવતર પત્રિકા અભિયાન

રાજકોટ : કુવાડવા રોડ, બાલાજી પાર્ક ખાતે રહેતા મહેશભાઇ ભગવાનજીભાઇ વેકરીયા અને તેમના પુત્ર સાર્થક દ્વારા લોકસભા ચુંટણીને ધ્યાને લઇ નવતર રીતે પત્રિકા અભિયાન હાથ ધરાયુ છે. તેઓએ નરેન્દ્રભાઇ મોદીને  વડ (બરગદ) ની ઉપમા આપી છે. આવા વૃક્ષ સાથે ચોકીદારનો સમન્વય કરતી તસ્વીરો પિતા - પુત્રની મુકીને પોસ્ટર અને પત્રિકા સ્વરૂપે સ્વખર્ચે છપાવી વિતરણ કરી રહ્યા છે. રાહુલ ગાંધી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને અનીલભાઇ અંબાણીને અપાયેલ ચેલેન્જને સામો પડકાર ફેંકવા આ પ્રયાસ હોવાનું તેઓએ જણાવેલ છે. તેમના આ અભિયાનમાં નિલેશભાઇ મુંગરા, વિજયભાઇ વોરા, સંજયભાઇ હીરાણી પણ જોડાયા હોવાનું મહેશભાઇ વેકરીયા (મો.૯૯૯૮૮ ૬૧૭૩૪) એ પ્રેસ યાદીમાં જણાવેલ છે.

(4:04 pm IST)