Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

મવડીમાં ભૂગર્ભ ગટર ફરીયાદ નિકાલ વિભાગના બિલ્ડીંગમાં લીમડાનું વૃક્ષ તૂટી પડયું

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં. ૧૩માં મ્યુ. કોર્પોરેશનના ભૂગર્ભ ગટર ફરીયાદ નિકાલ વિભાગના બિલ્ડીંગમાં લીલાછમ લીમડાના વૃક્ષને કાપી નાખવામાં આવતા વૃક્ષપ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ હતી. જો કે લીમડાના આ વૃક્ષને કાપી નાખવા બાબતે મ્યુ. કોર્પોરેશનના ગાર્ડન ડાયરેકટર ડો. કે.ડી. હાપલિયાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યુ હતુ જે લીમડો કાપવામાં આવ્યો છે તે મકામ જાતિનો લીમડો હતો. આ લીમડાના વૃક્ષના મૂળિયા ઉંડા નથી હોતા તેથી થોડો વધારે પવન ફુંકાય તો પણ પડી જાય છે. આથી ગઈરાત્રે આ લીમડો પડી ગયો હતો અને રસ્તા પર ટ્રાફીક કલીયર કરવા આ લીમડાને કાપવો પડયો હતો. તસ્વીરમાં રસ્તા પર લીમડાના વૃક્ષની કપાયેલી ડાળીઓ તથા બિલ્ડીંગની દિવાલ ઉપર પડેલુ લીમડાના વૃક્ષનું થડ નજરે પડે છે (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:03 pm IST)