Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

પુખ્ત વયની પુત્રી પિતાને આશ્રીત હોય તો પણ તેની માતા વાલી દરજ્જે પુત્રી વતી ભરણપોષણ માંગી શકે નહીં

શિક્ષીકા માતાએ વાલી દરજ્જે કરેલ અરજીને ફેમીલી કોર્ટે ફગાવી દીધી : મહત્વનો ચુકાદો

રાજકોટ તા ૧૮ :   પુખ્ય વયની પુત્રી પિતાને આશ્રીત હોય તો પણ તેની માતા વાલી દરજ્જે પુત્રી વતી ભરણ પોષણ માંગી શકે નહીં તેવો મહત્વનો રાજકોટ ફેમીલી કોર્ટે માગદર્શક ચુકાદો આપ્યો હતો.

આ કેસની ટુંક હકીકત એવી છે કે, રાજકોટના હાલ મારૂતીનગર, આદીત્ય એપાર્ટમેન્ટ, ૨૦૨, એરપોર્ટ રોડ પર રહેતા અને  પી.એન.ટી., શેઠ હાઇસ્કુલમાં  શિક્ષક તરીકે સર્વિસ કરતા જાગૃતીબેન ડો/ઓ રમેશભાઇ દવે એ રાજકોટમાં એરપોર્ટ રોડ, મારૂતીનગર-ર, '' શ્રી હરી''  મકાનમાં રહેતા તેના ભુતપૂર્વ પતિ જયકૃષ્ણભાઇ લક્ષ્મીશંકર પંચોલી   વિરૂધ્ધ રાજકોટ ફેમીલી કોર્ટમાં પોતાનું અને પોતાની પુખ્ત વયની પુત્રી '' શચી'' નું ભરણપોક્ષણ મેળવવા કરેલી અરજીમાં પ્રાથમીક તબક્કે જ પુત્રી શચી ની અરજી ડીસમીસ (રદ) લીગલી મુદ્દા  સબબ  કરી ફેમીલી   કોટ ર્ે ભરણપોષણના કેસમાં માગદર્શન સીમા ચિન્હ ચુકાદો આપેલ છે.

બંને પતિ-પત્નિ શિક્ષક તરીકે સર્વિસ કરે છે, અને પુત્રી ''શચી'' આશરે ૨૪ વર્ષની છે બંને પતિ-પત્ની અગાઉ અદાલતમાંથી  છુટાછેડા મેળવેલ  છે, તેમ છતાં  અરજદાર તરફે ફરીથી લગ્ન થયા છે, તે તકરાર સાથે વિસ્તૃત વિગતો જણાવી અદાલત સમક્ષ કરેલી અરજીમાં સામવાળા જયકૃષ્ણભાઇએ પોતે ''કંપીજલ હાઇસ્કુલ''માં  શિક્ષક તરીકે નોકરી કરે છે. તેઓએ અદાલત સમક્ષ હાજર થઇ તેમના વકીલ ગોૈતમ પરમાર મારફતે પ્રાથમીક મુદા સબબ અરજદારની અરજી લીગલ ટેનેબલ ન હોય, રદ કરવા માટે માંગણી કરેલી અને અદાલત સમક્ષ થયેલ વિસ્તૃત દલીલમાં જણાવેલું કે, અરજદાર પત્ની હોય અને પોતાનુઁ  ભરણપોષણ કરવા સંપૂર્ણ સક્ષમ હોય, કાયદાની જોગવાઇ મુજબ ભરણપોષણ  મેળવવા હક્કદાર થતાં નથી, તેમજ બીજો મહત્વનો મુદ્દો અદાલત સમક્ષ જણાવે છે  કે '' અરજદાર જાગૃતિબેને માત્ર અરજીના ટાઇટલમાં અરજદાર નં.ર તરીકે પુખ્ત વયની પુત્રી ''શચી'' ને પણ અરજદાર તરીકે બતાવી અરજીમાં તેના ભરણપોષણ  માટે માસીક રૂા ૨૦૦૦૦/-  ની   માંગણી કરેલ છે '' પરંતુ અરજીમાં  પુત્રી ''શચી'' ની  કોઇ સહી નથી, તેવા સંજોગોમાં અરજદારે વાલી દરજ્જે અરજી કરેલી હોય તો પણ પુખ્ત વયની વ્યકિત સામાન્ય સંજોગોમાં પોતે જાતે ન કોઇ અરજી કરી શકે છે, તેના વાલી દરજ્જે તેની માતાને અરજી કરવાનો કાયદાકીય   હક્ક નથી અને તેથી અરજદારની અરજી પ્રાથમીક મુદા સબબ રદ કરવા રજુઆત કરી હતી.

બંને પક્ષોની વિસ્તૃત સુનવણી થયા બાદ ફેમીલી કોર્ટના  જજ શ્રી જે.સી. બુધ્ધભટ્ટી એ પોતાનો ચુકાદો આપી ઠરાવેલ કે, અરજદાર નં.૧ (પત્ની) પોતાનું ભરણ પોષણ કરવા સમર્થ છે કે, નહીં તે પુરાવો લીધા બાદ નિર્ણીત થઇ શકે તેમ છે, પરંતુ અરજદાર નં.ર (શચી) ૨૪ વર્ષની ઉમરની છે, તે હકીકત એડમીટેડ ફેકટ છે અને નિર્વિવાદ છે તેવા સંજોગોમાં પુત્રી પુખ્ત વયની  હોવા છતાં તેની માતા કાયદાની કોઇ જોગવાઇ હેઠળ અરજી કરી  શકે તેવી સ્પષ્ટતા  કરવામાં આવેલ ન   હોય, અરજદાર નં. ૨ ની અરજીમાં કોઇ સહી નથી કે, સોગંદનામુ નથી કે અદાલત સમક્ષ હાજર થયા  નથી, તેવા સંજોગોમા ંપુખ્તવયની વ્યકિત વતી કુદરતી વાલી તરીકે તે પુખ્તવયની પુત્રી અભ્યાસ કરતી હોય, ડીપેન્ડન્ટ હોય  તેટલા માત્રથી અરજદાર નં.૧ ના ને અરજી કરવાનો અધિકાર મળતો નથી, તેવુ અત્રેની અદાલતનુેં માનવું છે, તેથી અરજદાર નં.ર ની અરજી લીગલ ટેનેબલ ના  હોય, ડીસમીસ (રદ) કરવાનો હુકમ કરેલ છે.

આ કેસમાં સામાવાળા જયકૃષ્ણભાઇ પંંચોલી વતી સોૈરાષ્ટ્રના ખ્યાતનામ ધારાશાસ્ત્રીશ્રી અભયભાઇ ભારદ્વાજ, દિલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગોૈતમ પરમાર, રાકેશ ભટ્ટ, મેહુલ ઝાલા, સપના ભેેસંજાડીયા, રોકાયેલ છે.

(3:47 pm IST)