Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

સગાઇ તોડી નાખવાનું કહી સાસુ રાધાબેન મકવાણાને જમાઇ વિશાલે પેટમાં પાટુ માર્યુ

ખોડિયારપરાના કોળી મહિલાને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું

રાજકોટ તા. ૧૮: એંસી ફુટ રોડ પર ખોડિયારપરા આવાસ યોજના કવાર્ટરમાં રહતાં રાધાબેન પરષોત્તમભાઇ મકવાણા (ઉ.૪૩) નામના કોળી મહિલા ગંજીવાડામાં મેરામબાપાની વાડી પાસે રહેતાં વેવાઇ બાલાભાઇ બાવળીયાના ઘરે ગયા ત્યારે જમાઇ વિશાલે ઝઘડો કરી પેટમાં પાટુ મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં.

રાધાબેનના કહેવા મુજબ તેની દિકરી જ્યોતિની સગાઇ દોઢેક વર્ષ પહેલા બાલાભાઇના દિકરા વિશાલ સાથે થઇ છે. હવે વિશાલને સગાઇ રાખવી ન હોઇ તે અંગે વાત કરવા પોતાને બોલાવતાં પોતે તેની ઘરે ગયા ત્યારે વાતચીત વખતે તેણે ઉશ્કેરાઇ જઇ મારકુટ કરી લીધી હતી. થોરાળા પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

થોરાળાના જયાબેનને ચમને લાકડી ફટકારી

થોરાળામાં રહેતાં જયાબેન મગનભાઇ જાડેજા (ઉ.૪૦)ને ચમન બાબુએ લાકડીથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી.

(3:45 pm IST)