Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ઇશ્વરીયાના હિલવ્યુમાં ગેઇટ બંધ કરવા પ્રશ્ને ધમાલઃ સામસામી બે ફરિયાદ

હર્દિપ ગુજરાતીને બીનાબેન અને પુત્ર મિતુલની ધમકીઃ સામે પક્ષે હર્દિપ વિરૂધ્ધ ગુનોઃ ધરપકડ

રાજકોટ તા. ૧૮: ઇશ્વરીયા ગામમાં આવેલા હિલવ્યુ એપાર્ટમેન્ટમાં ગેઇટ બંધ કરવા પ્રશ્ને બઘડાટી બોલતા બે સામસામી ફરિયાદ પડધરી પોલીસ મથકમાં થઇ છે.

મળતી વિગત મુજબ ઇશ્વરીયામાં આવેલા હિલવ્યુ એપાર્ટમેન્ટમાં રહેતો હર્દીપ કાળુભાઇ ગુજરાતી (ઉ.વ. ૧૯) ગઇકાલે પોતાના એપાર્ટમેન્ટ પાસે હતો. ત્યારે એપાર્ટમેન્ટમાં રહેતા બીનાબેન ત્રીવેદી અને તેનો પુત્ર મિતુલ ત્રીવેદી બંનેએ ગેઇટ બંધ કરવા પ્રશ્ને હર્દીપ સાથે બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા હર્દિપે માતા-પુત્ર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

જયારે હિલવ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા બીનાબેન જયેશભાઇ ત્રીવેદી (ઉ.વ.૪૦) તેનો પુત્ર મિતુલ બંને પોતાના ઘરે હતા ત્યારે હર્દીપ ગુજરાતીએ ગેઇટ બંધ કરવા પ્રશ્ને ઝઘડો કરી ધમકી આપતા ફરિયાદ થઇ હતી. આ પ્રકરણમાં પીએસઆઇ એન. આર. કદાવલા સહિતે હર્દીપ કાળુભાઇ ગુજરાતીની ધરપકડ કરી હતી જયારે બીનાબેન તથા તેના પુત્રની શોધખોળ આદરી છે.

(3:45 pm IST)
  • રાહુલ ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરનાર હિમાચલ પ્રદેશના ભાજપ અધ્યક્ષને ચૂંટણી પંચે નોટિસ ફટકારી :ચૂંટણી આયોગે હિમાચલ પ્રદેશના ભાજપ અધ્યક્ષને આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે નોટિસ આપી access_time 1:28 am IST

  • ૨૦૧૯ની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાની પ્રથમ સભા સાણંદમાં : કોંગ્રેસની સભામાં બાપુ હાજર રહેવાથી રાજકારણમાં અનેક તર્ક - વિર્તકો : રાજયમાં કોંગ્રેસ અને એનસીપીનું નથી થયું ગઠબંધન : અમિતભાઈ શાહ સામે શંકરસિંહ કરશે પ્રચાર access_time 3:29 pm IST

  • કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજે આપ્યું બહુ મોટું નિવેદન : કહ્યું કે બાલકોટ એર સ્ટ્રાઈકમાં કોઈ પાકિસ્તાની આર્મી કે સ્થાનિકોના મોત થયા નથી. access_time 2:09 am IST