Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

દારૂના આરોપીને આશરો આપવા અંગે રાજકોટના જયપાલ પરમાર સામે ગુન્હો

મિત્ર કરશન રાઠોડને આશરો આપ્યો'તોઃ પડધરી પોલીસ દ્વારા કાર્યવાહી

રાજકોટ તા ૧૮  :  પડધરીના બાધી ગામ પાસે વાડીમાં દારૂના ગુનામાં સામેલ આરોપીને આશરો આપવા બદલ વાડી માલીક રજપુત શખ્સ વિરૂધ્ધ ફરીયાદ થઇ છે.

મળતી  વિગત મુજબ પડધરી પોલીસ મથકમાં દારૂના ગુન્હામાં સામેલ કરશન ઉર્ફે લાલો દેવરાજભાઇ રાઠોડ, (ઉ.વ.૩૩) (રહે. બાધી ગામ, તા. પડધરી) ને મુળ બાધી હાલમાંં  રાજકોટ કુવાડવા રોડ, અંબીકા પાર્ક, આઇ નાગબાઇ પાન વાળી શેરીમાં રહેતો જયપાલ રમેશભાઇ પરમાર,ે બાધી ગામ પાસે પોતાની વાડીમાં આશરો આપી જમવાની તથા પૈસાની વ્યવસ્થાકરી આપી હોવાનું જાણવા મળતા પડધરી પોલીસે વાડી માલીક જયપાલ પરમાર વિરૂધ્ધ આરોપીને આશરો આપવા સબબ ગુનો દાખલ કરી પી.એસ.આઇ જે.વી. વાઢીયાએ તપાસ આદરી છે.

(3:44 pm IST)