Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

રૈયાધારમાં મંજુલાબેન વાઘેલા અને પુત્ર સૂરજ પર પડોશીનો પાઇપથી હુમલો

જગદીશે તને ના પાડી તો પણ કેમ બેઠો છો? કહી ડખ્ખો કર્યોઃ સામા પક્ષે જગદીશના માતા મણીબેન રત્નોતરને પણ ઇજા

રાજકોટ તા. ૧૮: રૈયાધાર રાણીમા રૂડીમા ચોક ઇન્દિરાનગર-૮માં રહેતાં મંજુલાબેન નાથાભાઇ વાઘેલા (વણકર) (ઉ.૩૮) પર ઘર સામે જ રહેતાં જગદીશ રત્નોતરે પાઇપથી હુમલો કરી કપાળે ઇજા કરતાં લોહીલુહાણ થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તેના પુત્ર સૂરજ (ઉ.૨૧)ને પણ મુંઢ માર મારવામાં આવ્યો હતો.

સામા પક્ષે હુમલો કરના જગદીશના માતા મણીબેન હરજીભાઇ રત્નોતર (ઉ.૬૦) પણ પોતાને સૂરજ વાઘેલાએ લાકડી-પાઇપ અને ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતાં બંનેની એન્ટ્રી એએસઆઇ જગુભા ઝાલાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવી હતી.

સૂરજના કહેવા મુજબ પોતે ઘર બહાર હોન્ડા પર બેઠો હતો ત્યારે પડોશી જગદીશે 'તને ના પાડી તો'ય કેમ બેઠો રહે છે?' કહી મારકુટ કરી લીધી હતી. દેકારો થતાં માતા મંજુલાબેન બહાર આવતાં જગાએ તેને પાઇપના ઘા ફટકારી દીધા હતાં. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

(3:45 pm IST)