Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

વાહનચોરી-ઘરફોડીમાં સામેલ પોપટપરાનો બળદેવ પાસામાં ક્રાઇમ બ્રાંચે વોરન્ટ બજવણી કરતાં વડોદરા જેલહવાલે

રાજકોટ તા.૧૮: પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વધુ એક શખ્સને પાસામાં ધકેલ્યો છે. પોપટપરા-૨માં પોસ્ટ ઓફિસ સામે રહેતાં બળદેવ રાજેશભાઇ ઉર્ફ રાજુભાઇ ફતેપરા સામે અગાઉ વાહન ચોરી અને ઘરફોડીના ગુના નોંધાયા હોઇ અને તેમાં પકડાયો હોઇ તેને પાસામાં ધકેલીવાની પીસીબીની દરખાસ્ત માન્ય રાખી વડોદરા જેલ હવાલે કરવા હુકમ થતાં ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ યુ. બી. જોગરાણા, એએસઆઇ ભરતભાઇ વાઘેલા, બિપીનભાઇ ગઢવી, હેડકોન્સ. હરેશગીરી ગોસાઇ, જેન્તીભાઇ ગોહિલ, અમૃતભાઇ મકવાણા, વિરેન્દ્રસિંહ જાડેજા સહિતે વોરન્ટની બજવણી કરી છે.

(3:44 pm IST)