Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

શ્રી રામ જય રામ જય જય રામ... શ્રી રામ જય રામ જય જય રામ... શ્રી રામ જય રામ જય જય રામ... શ્રી રામ જય રામ જય જય રામ... શ્રી રામ જય રામ જય જય રામ... શ્રી રામ જય રામ જય જય રામ...

કાલે હનુમાન જયંતિ : અંજનીના જાયાને લાડ લડાવાશે

''મંગલ મુરતી રામદુલારે, આન પડા અબ તેરે દ્વારે, હે બજરંગ બલી હનુમાન, હે મહાવીર કરો કલ્યાણ'' : દાદાના મંદિરોને અનેરા શણગાર : કાલે ઠેર ઠેર આરતી પૂજન, બટુક ભોજન, મહાપ્રસાદ, હનુમાન ચાલીસા પાઠ, સુંદરકાંડ પાઠ, દિપમાળા અને સંતવાણીના કાર્યક્રમો

રાજકોટ તા. ૧૮ : કાલે ચૈત્રી પૂનમના ઠેર ઠેર હનુમાન જયંતિની પાવનકારી ઉજવણી થશે. બળીયા દેવ બજરંગબલીનો જન્મોત્સવ ઉજવવા ચોમેર ઉત્સવી આનંદ છવાયો છે. શેરીએ શેરીએ અને ગલીએ અગલીએ આવેલ દાદાના મંદિરોને ફુલ અને રોશનીની અનેરી સજાવટો કરવામાં આવી છે. અંજનીના જાયાને લાડ લડાવવા કાલે વિશેષ આરતી પૂજન, હવન, ભકિત સંગીતના આયોજનો થયા છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

કપીલા હનુમાન ચૈતન્ય ધામ

આજીનદીના કાંઠે ભીચરી નાકા બહાર આવેલ શ્રી કપીલા હનુમાનજી ચૈતન્ય ધામ ખાતે કાલે હનુમાન જયંતિ નિમિતે વિવિધ આયોજનો થયા છે. સવારે ૬ વાગ્યે પ્રભાત ફેરી, ૮.૩૦ વાગ્યે હનુમંત મહામંત્ર જાપ, હોમાત્મક મહાયજ્ઞ, બપોરે ૧૨ વાગ્યે મારૂતિ યજ્ઞનું બીડુ હોમાશે. બપોરે ૧ વાગ્યે મહાભોગ આરતી, સાંજે ૪.૩૦ વાગ્યે બટુક ભોજન, સાંજે ૮ વાગ્યે ચૈતન્ય મહાઆરતી, રાત્રે ૯.૩૦ વાગ્યે સંતવાણી, મધ્ય રાત્રે ૧૨ વાગ્યે હનુમાનજી મહારાજની પ્રાગટય ચૈતન્ય મહાઆરતી થશે.

દામોદર હનુમાનજી

૧૫ જંકશન પ્લોટ, દિપ જયોત એપાર્ટમેન્ટ સામે આવેલ શ્રી દામોદર હનુમાનજી મંદિરે કાલે હનુમાન જયંતિ નિમિતે વિશેષ પૂજન આરતી થશે. સાંજે બટુક ભોજન રાખેલ છે.

હરિનામ સંકીર્તન મંડળ

પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત શ્રી હરિનામ સંકીર્તન મંડળ દ્વારા કાલે રાત્રે ૯ થી ૧૨ શ્રી રામનામ મહારાજ, શ્રી હનુમાનજી મહારાજ તથા શ્રી સદ્દગુરૂ પાદુકા પૂજન - અભિષેક થશે. રાત્રે ૯ થી ૧૨ અન્નકુટ દર્શન ખુલ્લા મુકાશે. તેમજ કાલની પ્રભાત ફેરી સવારે ૫.૩૦ વાગ્યે ન્યાલ ભગત આશ્રમ, ગોંડલ રોડ ખાતેથી રાખેલ છે.

રૂખડીયા હનુમાનજી

રેલ્વે સ્ટેશન જંકશન પાસે આવેલ શ્રી રૂખડીયા હનુમાનજી મંદિરે કાલે બપોરે ૨  થી ૪.૩૦ સંગીતમય સુંદરકાંડ પાઠ, સાંજે ૪.૩૦ થી ૫ હનુમાનજીના પૂજન આરતી, સાંજે પ.૩૦ થી ૮.૩૦ બટુક ભોજન અને મહાપ્રસાદ રાખેલ છે.

જુગલ હનુમાનજી

રૂખડીયા હનુમાનજી મંદિરની શાખા  શ્રી જુગલ હનુમાનજી મંદિર, વેલનાથપરા, મોરબી રોડ ખાતે બપોરે ૧૧ થી ૧૨ પૂજન આરતી, બપોરે ૧ થી ૨ સેવકો માટે મહાપ્રસાદ, સાંજે ૪ થી ૭.૩૦ બટુક ભોજન રાખેલ છે.

પ્રગટ હનુમાન

રતનપર ખાતે આવેલ જુના પાદરવાળા શ્રી પ્રગટ હનુમાનજી મંદિરે કાલે શુક્રવારે  સવારે ૭.૩૦ થી ૧૦.૩૦ સુંદરકાંડ પાઠ, બપોરે ૧૧.૩૦ કલાકે મહાપ્રસાદ,  તેમજ રાત્રે સંતવાણી રાખેલ છે. જેમાં વાલદાસબાપુ ગોંડલીયા, કેશુભાઇ પરમાર, રમેશભાઇ મકવાણા લોકસાહિત્ય અને ભજન સંતવાણીની રમઝટ બોલાવશે.

કોઠારીયા કોલોની મંદિર

કોઠારીયા કોલોનીમાં આવેલ શ્રી કોટેશ્વર મહાદેવ મંદિરે કાલે શુક્રવારે હનુમાન જયંતિ ઉજવાશે. સમગ્ર મંદિરેને કેસરી ધજા પતાકાનો શણગાર કરાયો છે. સવારે મંગળા આરતી, પૂજન અર્ચન કરાશે. બપોરે ૧૨ વાગ્યે અંજનીના જાયાના જન્મના વધામણારૂપે મહાઆરતી કરાશે. ભાવિકોને પ્રસાદ વિતરણ કરાશે. જય શ્રી રામ અને જય હનુમાનના નાદથી ગગન ગજાવાશે. ધર્મપ્રેમીજનોને પધારવા વિક્રમસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, બટુકસિંહ જાડેજા, પરેશભાઇ કારીયા,  ક્રિપાલસિંહ જાડેજા, રશ્વીનભાઇ જાદવ, જયભાઇ આસોડીયા, સંદીપ સોલંકી, સિધ્ધરાજસિંહ જાડેજા, ધર્મદીપસિંહ જાડેજા, હરદેવસિંહ ઝાલા, યશપાલસિંહ ઝાલા, અજય સોલંકી, હેમલ ચૌહાણ, મનોજ મકવાણા, કુલદીપસિંહ ઝાલા, વિશાલ ચૌહાણ, જયેન્દ્રસિંહ જાડેજા, રૂષિરાજસિંહ, પુજારી છગનભારથી ગોસ્વામીએ અનુરોધ કરેલ છે.

મહાવીર હનુમાન ગાંધીગ્રામ

૧/૪ સત્યનારાયણનગરનો ખુણો, ગાંધીગ્રામ ખાતે બટુક મહારાજનાી ગૌશાળામાં બિરાજતા શ્રી મહાવીર હનુમાનજીના સાનિધ્યમાં કાલે હનુમાન જયંતિની ઉજવણી થશે. સવારથી સાંજ પૂજન અર્ચનના કાર્યક્રમો થશે.

મોજીલા હનુમાન

કોઠારીયા કોલોની, ગરબી ચોકમાં આવેલ શ્રી મોજીલા હનુમાન મંદિરે કાલે સવારે મંગળા આરતી અને સાંજે હનુમાન ચાલીસાના પાઠ થશે. ભાવિકોને સરબત વિતરણ કરાશે. દાદાને આંકડાની માળા, તેલ, સીંદુર, કાળા અળદ, શ્રીફળ ચડાવી ભાવિકો ધન્ય બનશે. સાંજે બટુક ભોજન રાખેલ છે. ભાવિકોએ દર્શનનો લાભ અનોપસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, બટુકસિંહ જાડેજા, જેઠાલાલ, ક્રિપાલસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, હિતેષભાઇ રાઠોડ, સબીરભાઇ, જયેન્દ્રસિંહ જાડેજા વગેરેએ અનુરોધ કરેલ છે.

બજરંગ મિત્ર મંડળ

બજરંગ મિત્ર મંડળ દ્વારા હનુમાન જયંતિ નિમિતે કાલે સવારે ૧૦ થી ૧૨ ટ્રસ્ટના કાર્યાલય ૯-રઘુવીરપરા, ગરેડીયા કુવા પાછળ, હનુમાન ચાલીસા પાઠ, ધૂન ભજન પંચનાથ ધૂન મંડળના સહયોગથી થશે. ભાગવતાચાર્ય અશોકભાઇ ભટ્ટ, કનૈયાલાલ ભટ્ટ આગવી શૈલીમાં હનુમાનજી જીવન ચરીત્ર કથાનું રસપાન કરાવશે. દાદાને થાળ ધરાવી પ્રસાદ વિતરણ કરાશે.  ધર્મપ્રેમીજનોએ પધારવા બજરંગ ટ્રસ્ટના પ્રમુખ પ્રમુદાસભાઇ તન્ના, મંત્રી કે. ડી. કારીયા અને ટ્રસ્ટીગણે અનુરોધ કરેલ છે.

જય બાલાજી ગૃપ

હનુમાન જયંતિ નિમીતે તા.૧૯ના જય બાલાજીગ્રુપ દ્વારા નવા થોરાળા શેરીનં.૭, ખાતે હનુમાનજીમંદિરમાં સાંજે પ વાગ્યે, નાના બાળકો માટે બટુક ભોજનનો કાર્યક્રમ રાખેલ છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે કિશોરભાઇ પરમાર, મનીષભાઇખી મસુરીયા, મયુરભાઇ પરમાર, કેતનભાઇ પંચાલ, મુકુંદભાઇ પરમાર, જીગરભાઇ પરમાર, પ્રદીપભાઇ રાઠોડ, જહેમત ઉઠાવી રહ્યા છે.

કષ્ટભંજન દેવ મંદિર

શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ન્યુ રાજદીપ સોસાયટી ૪૦ ફુટ રોડ મવડી ઝોન ખાતે હનુમાન જયંતિ નિમીતે મંગળા આરતી સવારે ૬ કલાકે, હનુમાન યજ્ઞ સવારે ૮ કલાકે, મધ્યાહન આરતી બપોરે ૧ર કલાકે મહાપ્રસાદ-બટુક ભોજન બપોરે ૧ર-૩૦ કલાકે, સંધ્યા આરતિ સાંજે ૭-૩૦ કલાકે રાખેલ છે. તેમ મહંત શ્રી વિષ્ણુભાઇ ત્રિવેદીની યાદીમાં જણાવાયું છે. (

ગોંડલ રોડના સૂર્યમુખી હનુમાનજી મંદિરે કાલે મહાઆરતી-મહાપ્રસાદ

ભાવિકોને ઉમટી પડવા મહંત હરભજનદાસનું આમંત્રણ

રાજકોટ તા. ૧૮: ગોંડલ રોડ પરના સૂર્યમુખી હનુમાનજી મંદિરે કાલે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી થશે. જેમાં સાંજે ૭ કલાકે મહાઆરતી અને ૮ વાગ્યાથી મહાપ્રસાદનું આયોજન કરાયું છે. મહંતશ્રી હરભજનદાસબાપુની ઉપસ્થિતિમાં મહાઆરતી થશે. એ પછી મહાપ્રસાદની શરૂઆત થશે. દર વર્ષે હનુમાન જયંતિના દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. આ વખતે પણ ભાવીકોને દર્શન-પ્રસાદનો લાભ લેવા મહંતશ્રીએ જણાવ્યું છે. વધુ માહિતી માટે મો. ૮૧૫૫૦ ૭૭૭૭૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. સૂર્યમુખી હનુમાનજી મિત્ર મંડળ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યું છે.

પંચમુખી હનુમાનજી મંદિરે કાલે હવન

રાજકોટઃ અહિંના જામનગર રોડ ઉપર સત્યમ શિવમ સુંદરમની સામે આવેલ સુપ્રસિધ્ધ શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે આવતીકાલે ૧૯મીના શુક્રવારે હનુમાન જયંતિના પવિત્ર દિવસે સવારે ૭ વાગ્યાથી હવન રાખેલ છે. બપોરે ૧૨:૩૦ વાગે બીડુ હોમાશે. બાદ પ્રસાદ રાખેલ છે. ભાવિકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

પરસાણાનગર સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે કાલે ૧૨ કલાકની અખંડ રામધૂન

રજવાડી ઠાઠમાં બિરાજમાન દાદાની નૃત્ય આરતી, બટુક ભોજનના કાર્યક્રમો

રાજકોટ, તા. ૧૮ : અત્રેના સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર (શ્રી સુંદરકાંડ ભવન, પરસાણાનગર મેઈન રોડ) શ્રી કષ્ટભંજનદેવદાદાના સુંદરકાંડ ભવનના નીજ મંદિરમાં આવતીકાલે શુક્રવારે તા.૧૯ ચૈત્રસુદ પૂનમના રોજ દાદાના જન્મોત્સવની ઉજવણી નિમિતે સવારના પૂજન વિધિ બાદ દર્શન ખુલશે.

સવારના ૯ વાગ્યાથી રાત્રીના ૯ વાગ્યા સુધી 'શ્રી રામ જય રામ જય જય રામ'ની અખંડ ૧૨ કલાકની શ્રી રામધૂનથી વાતાવરણ પવિત્ર તેમજ રામમય થઈ જશે. બપોરના ૧૨:૩૦ કલાકે વધાઈ આરતી દર્શન થશે. બટુક ભોજનનો કાર્યક્રમ ૧૨ કલાકે રાખેલ છે.

સાંજના ૭:૪૫ વાગ્યે સંપૂર્ણ રજવાડી ઠાઠમાં બિરાજમાન થયેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીની નૃત્ય આરતીનો આરંભ થશે તથા બંને સમયે સવારની આરતી તથા સાંજની આરતી સમયે શંખ, ઝાલર, બ્યુગલ તથા ઘંટના રણકાર તથા નગારાની નાદે ફટાકડાની આતશબાજી સાથે સ્થાપના દિનની ઉજવણી થશે. શ્રી સુંદરકાંડ ભવન સંપૂર્ણ લાઈટ ડેકોરેશન તથા સુગંધથી મહેકતા પારીજાતના પુષ્પો તથા આસોપાલવથી શણગારવામાં આવશે.

'શ્રી સુંદરકાંડ ભવન' પારીજાતના પુષ્પોથી મહેકતા તથા શ્રી રામમય તેમજ દાદામય વાતાવરણમાં દાદાના દર્શન સવારથી રાત્રી સુધી ખુલ્લા રહેશે.

સર્વે ધર્મપ્રેમી જનતાને પાવનકારી ગંગાના પવિત્ર વહેતા પ્રવાહમાં ડૂબકી મારી પવિત્ર થવા, કષ્ટને દૂર કરનાર એવા 'શ્રી કષ્ટભંજનદેવ' દાદાના દર્શનનો લાભ લેવા મંદિરના કોઠારી દિલીપ હનુશંકર ત્રિવેદી દ્વારા આમંત્રણ અપાયુ છે. ફોન - ૦૨૮૧- ૨૪૭૨૧૧૨.

(3:39 pm IST)