Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

શનિવારે ગીતાંજલી કોલેજ દ્વારા જોબફેર

સાધુ વાસવાણી રોડ ખાતે ૧૬ કંપની દ્વારા છાત્રોને નોકરી મોટી પસંદગી કરશે : રપ૦ છાત્રોનું રજસ્ટ્રેશન : શૈલેષ જાનીના નેતૃત્વમાં તૈયારી

રાજકોટ : અકિલા કાર્યાલય ખાતે ગીતાંજલી કોલેજના પ્રો. હિતેશ માણેક, પ્રો. કુશલ બગડાઇ, પ્રો. નિરાલી સંધવી, પ્રો. રાધીકા, ખંભોલીયા, પ્રો. ખુશી નકુમ નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા.૧૮: શહેરની ''ગીતાંજલી કોલેજ'' દ્વારા આગામી તા.૨૦એપ્રીલ ના ભવ્ય જોબફેરનું આયોજન ગીતાંજલી ભવન ''સાધુ વાસવાણી રોડ ગીતાંજલી કોલેજ મેઇન રોડ ખાતે સવારે ૯ વાગ્યાથી કરવામાં આવેલ છે.

જોબફેર (રોજગાર મેળા)ને અનુલક્ષીને સંસ્થાના કો.ઓર્ડીનેટર હિતેષ માણેકે જણાવ્યું હતું કે ગીતાંજલી સંસ્થાનો મુખ્યે હેતુ/ધ્યેય વિદ્યાર્થીના સર્વાગી વિકાસનો છે. જ્યારે વિદ્યાર્થી ગીતાંજલી સંસ્થામાં બી.કોમ, બીબીએ, બીસીએ, એમબીએ, એમએસસી (આઇ.ટી.)બી.એડ કે એલએલબીમાં પ્રવેસ મેળવે છે. ત્યારથી જ PLACEMENT માટેનું વાતાવરણ ગીતાંજલી સંસ્થામાં નિર્મિત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને પ્રથમવર્ષથી, કોમ્યુનીકેટીવ ઇગ્લિંશ, બીહેવીયર એટીકેટ્સ તેમજ ઇન્ટરવ્યુ સ્કીલ થી સજ્જ કરવામાં આવે છે કે જેથી જ્યારે વિદ્યાર્થી સ્નાતક-અનુસ્નાતક અભ્યાસક્રમ ગીતાંજલી સંસ્થામાં પૂર્ણ કરે કે તરત જ આ પ્રકારના જોબફેટથી પ્લેસમેન્ટની સુવિધા ગોઠવવામાં આવે છે.

ગીતાંજલી કોલેજ દ્વારા અનુસ્નાતક કક્ષાએ MBA,M.SC.IT,LLB ત્થા B.ED અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ઉતમોતમ શૈક્ષણીક વાતાવરણની સાથોસાથ જરૂરીયાત મુજબ તમામ કૌશલ્યોનો વિકાસ થાય તે માટે વિવિધ અભ્યાસોતર પ્રવૃતિનો પણ આયોજન વર્ષ દરમ્યાન સંસ્થા દ્વારા કરવામાં આવે છે. સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમ્યાન વિવિધ પ્રવૃતિઓની સંસ્થાનું વાતાવરણ જીવંત હોય છે. જેનો અનુભવ વિદ્યાર્થીઓ ત્થા સમગ્ર સ્ટાફ કરતા હોય છે.

પ્રસ્તુત જોબફેરમાં LIC,TQV INDIA 5000, MOTILAL OSWAL,BIRLA SUN LIFE, SHATE KHNA, PANTALOONS, POOJARA TELECOM જેવી વિવિધ ૧૬ કંપનીઓ દ્વારા

અંદાજીત ૧૦૦ જેટલી વિવિધ પોસ્ટ માટે રૂ. ૧૦,૦૦૦ થી ૩પ,૦૦૦ સુધીના માસિક પગારની ઓફર સાથે ઉમેદવારોને રૂબરૂ મુલાકાત દ્વારા પસંદગી કરી નિમણુંક આપવામાં આવનાર છે.

અત્યાર સુધીમાં રપ૦ જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ JOB  માટે પોતાની ઉમેદવારી નોંધાયેલ છે. તેમજ આ JOB FAIR માં રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારની સમગ્ર શૈક્ષણિક સંસ્થાઓમાં સ્નાતક-અનુસ્નાતક વિદ્યાર્થીઓને આ JOB FAIR નો લાભ મળી શકે તેવા ઉમેદા હેતુ સાથે નોકરી ઇચ્છુક તમામને લાભ લેવા સંસ્થાના ચેરમેન શૈલેષ જાનીની યાદીમાં જણાવાયું છે.

આ સમગ્ર આયોજન ને સફળ બનાવવા માટે સંસ્થાના કો.ઓર્ડીનેટર હિતેષ માણેકના માર્ગદર્શક હેઠળ પ્રા. કુશલ બગડાઇ, પ્રા. નિરાલી સંઘવી, પ્રા. રાધિકા ખંભોલીયા, પ્રા. ખુશી નકુમ, પ્રા.વિણા વડોલીયા ત્થા સમગ્ર સ્ટાફ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:34 pm IST)