Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

પી.જી.વી.સી.એલ.સામેની ફરિયાદમાં પ૦ હજાર ચુકવવા ગ્રાહક ફોરમનો આદેશ

રાજકોટ તા.૧૮: રાજકોટ જીલ્લા ગ્રાહક ફોરમનો પી.જી.વી.સી.એલ.. સામેનો અતિ મહત્વનો ચુકાદો અદાલતે આપેલ હતો.

રાજકોટના લલીતભાઇ ખોડીદાસભાઇ પટેલે જીલ્લા ગ્રાહક તકરાર નીવારણ ફોરમ સમક્ષ ફરીયાદ અરજી કરેલ જેમાં રાજકોટ તાલુકાના રોણકી ગામેખેતીની જમીન ધરાવે છે જેમા પીયત માટે સામાવાળા વીજ કંપની પાસેથી કુવા ઉપર પ એચ.પી.નું વીજ કનેકશન મેળવેલ હતું. ઉપરોકત પીયતની સગવડતા હોય ફરીયાદીએ પોતાની જમીનમાં વાવેતર કરેલુ હતુ. બાદમાં સામાવાળા વીજ પોલ ઉપર આવેલ ટી.સી.જમ્પરમાંથી છુટુ પડી ગયેલ તેથી ફરીયાદીએ વીજ કંપની ફરીયાદ નોંધાવેલ અને કંપનીની સુચના મુજબ રૂ.૪૨૫/નો ચાર્જ પણ ભરેલ હતો પરંતુ વીજ કંપની દ્વારા લાંબા સમય સુધી રીપેરીંગ કામ કરી આપેલ ન હોય ફરીયાદીના પોતાનો પાક તે કારણે નીષ્ફળ ગયેલ હોય રૂ.૧,૯૦,૦૦૦નું નુકશાન થયેલ તે રકમ વ્યાજ સાથે તથા માનસીક દુઃખ ત્રણ તથા અરજીખર્ચ વગેરે માંગણી સાથે સામાવાળાની સેવામાંકસુરને કારણે જીલ્લા ફોરમ સમક્ષ અરજી કરેલ હતી.

રાજકોટ જીલ્લા ફોરમ પ્રમુખ શ્રી એમ.વી.ગોહેલ તથા અન્ય બેસભ્યશ્રીઓ સમક્ષ આ કેસની રજુઆત થયેલી અને જીલ્લા ફોરમ દ્વારા બંને પક્ષકારોના એડવોકેટશ્રીઓની રજુઆત, દલીલ, રજુ રાખેલ દસ્તાવેજો વગેરેને ધ્યાનમા રાખીને સામાવાળા પી.જી.વી.સી.એલ. દ્વારા સેવા કસુર થયેલ છે તેવુ ઠરાવીને ફરીયાદીને અરજી દાખલ કર્યા તારીખથી વાર્ષીક ૭ ટકાના વ્યાજ સાથે રૂ.૫૦,૦૦૦ અંકે રૂપિયા પચાસ હજાર પુરા) ૩૦ દિવસમા ફરીયાદીને ચુકવી આપવાનો હુકમ કરેલ છે તેમજ સાથોસાથ માનસીક દુઃખ ત્રાસ તેમજ અરજી ખર્ચની પણ રકમ અંશતઃમંજુર કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરીયાદી લલીતભાઇ તરફે એડવોકેટ શ્રી અભય ભારદ્વાજ, જયદેવ શુકલ, જતીન ઠકકર, કપિલ શુકલ, સુમીત વોરા વિગેરે રોકાયેલ હતા.

(3:33 pm IST)