Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

બજાજ ફાયનાન્સમાંથી મોબાઇલની લોન લેનાર મહિલાની જાણ બહાર બીજા મોબાઇલની લોન અને વસુલાત થઇ ગઇ!!

રાજકોટ, તા., ૧૮: સુનીતાબેન દિપકભાઇ કારીયા નામના ટીફીન બનાવી ઘરનું ગુજરાન ચલાવતા શ્રમીક મહિલાએ બજાજ ફાયનાન્સમાંથી મોબાઇલ માટે લીધેલી લોન ઉપરાંત તેમની જાણ બહાર બીજા મોબાઇલની લોન સેંકસન થઇ તેમના ખાતામાંથી નાણાની વસુલાત થઇ હોવાના કિસ્સા અંગે ગ્રાહક સુરક્ષા મંડળમાં ફરીયાદ થઇ છે. સુનીતાબેન કારીયાએ બજાજ ફીનસર્વના સેલ્સ મેનેજર શકિતસિંહ રાઠોડ, ચીફ એકઝીકયુટીવ મેનેજર અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની કાલાવડ રોડ શાખાના મેનેજર  સામે ફરીયાદ કરી છે.

આ ફરીયાદમાં જણાવાયું છે કે હું વિર નર્મદ ટાઉનશીપ બ્લોક નં. ૪૦ર, મુખ્યમંત્રી આવાસ યોજના, એસ.ટી. વર્કશોપ પાછળ રહું છું અને ટીફીન બનાવી રોજી-રોટી કમાઇએ છીએ. હું બજાજ ફાયનાન્સનું કાર્ડ ધરાવું છું જેના પર મેં શ્રીજી મોબાઇલમાંથી  સેમસંગ જે-૭ મોબાઇલ ૧૭-૩-ર૦૧૮ના  રૂ. ૧૧,૯૯૦ નો ૧૯૯૯ના ૬ હપ્તાથી લીધો હતો. કંપનીએ મારા એકાઉન્ટ નંબરમાંથી આ રકમ હપ્તે-હપ્તે વસુલી હતી.   પાછળથી અમનેજાણવા મળ્યું કે મારા ખાતામાંથી લોનની રકમથી ડબલ રકમ કંપનીએ પેનલ્ટી અને દંડ સહિત વસુલી લીધી છે. આ બારામાં ફરીયાદ કરતા કંપનીના જવાબદારોએ જે કરવું હોય તે કરી લ્યો, તેવો ઉડાવ જવાબ દીધોહતો. અમને શંકા છેકે અમારા દસ્તાવેજો ઉપર કંપનીના સેલ્સ વિભાગ દ્વારા અન્ય કોઇને બીજા મોબાઇલની લોન અઁાપી અમારી પાસેથી વસુલી લેવામાં આવી છે. અમને થયેલું  નુકશાન કંપની ભરપાઇ કરી દે તે માટે જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળમાં કેસ દાખલ કર્યો છે.

(3:26 pm IST)