Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

સ્માર્ટ સીટી એવોર્ડ માટે ૧૦૦ શહેરોમાંથી ૩૩ કવોલીફાયઃ રંગીલા રાજકોટનો સમાવેશ

કેન્દ્ર સરકાર ઇન્ડીયા સ્માર્ટ સીટી એવોર્ડ-૨૦૧૯ આપવાની છે

રાજકોટ, તા.૧૭: સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ, મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ, ભારત સરકાર દ્વારા ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું છે. આ 'ઇન્ડીયા સ્માર્ટ સીટી એવાર્ડ – ૨૦૧૯' માં, ભારતનાં ૧૦૦ શહેરોમાથી કુલ ૩૩ શહેરો કવોલીફાય થયા છે, જેમાં પર્ફોરમન્સનાં આધાર પર રાજકોટ શહેરનો પણ સમાવેશ થયેલ છે, તેમ રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર ઇન્ડીયા સ્માર્ટ સીટી એવાર્ડ – ૨૦૧૯માં કવોલીફાય થયેલ હોય, હાલમાં પ્રોપોઝલ સ્ટેજ માટે રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લી દ્વારા તૈયારી શરૂ કરવામાં આવેલ છે તથા ૧૫ મે ૨૦૧૯ સુધીમાં ઇન્ડીયા સ્માર્ટ સિટી એવાર્ડ – ૨૦૧૯નાં  કોન્ટેસ્ટનાં  નિયમોનુસાર સબમિશન કરી ઇન્ડીયા સ્માર્ટ સિટી એવાર્ડ – ૨૦૧૯ મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવશે.

ઇન્ડીયા સ્માર્ટ સીટી એવાર્ડ – ૨૦૧૯નો હેતુઃ

ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ કોન્ટેસ્ટ સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ, મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ, ભારત સરકાર દ્વારા આયોજન કરવામાં આવેલ છે. આ કોન્ટેસ્ટ હેઠળ સ્માર્ટ સીટી મિશન અંતર્ગત કરવામાં આવતી મહત્વપૂર્ણ પ્રવૃત્ત્િ।ઓ, અગ્રણી શહેર વ્યૂહરચનાઓ, નવીનતાના આધારે પ્રોજેકટ્સ, પ્રોજેકટ્સોથી થતી ઇમ્પાકટ ઓળખવામાં આવે છે. આ કોન્ટેસ્ટ દ્વારા પ્રોજેકટસ અને ઇનોવેટીવ યોજનાઓ જેનાં અમલીકરણથી સલામત તથા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થાય તેવા પ્રોજેકકટસોને પ્રોત્સાહન આપવામાં આવે છે. 

કોણ ભાગ લઇ શકે

ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડમાં ૧૦૦ સ્માર્ટ સીટીઝ જ ભાગ લઇ શકાય, તથા તે સ્માર્ટ સીટીઝનાં એસ.પી.વી.ઓ દ્વારા કોન્ટેસ્ટમાં સબમીશન કરવામાં આવેલ.

ઇન્ડીયા સ્માર્ટ સીટી એવાર્ડ – ૨૦૧૯ માટે બે  તબક્કામાં સબમિશનઃ

પહેલાં તબક્કો કવોલીફીકેશન સ્ટેજ છે, જે અંતર્ગત ગત વર્ષ દરમ્યાન દરેક સ્માર્ટ સીટી દ્વારા કરવામાં આવેલ સમગ્ર પ્રોગ્રેસનું મુલ્યાકંન કરવામાં આવે છે. જેના કુલ ૫૦ માકર્સ છે,  જેમાંથી જે સીટીઝને ૩૦ માકર્સ મળે તે બીજો સ્ટેજ 'પ્રોપોસ્લ સ્ટેજ' માટે  કવોલીફાય થશે.

રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. દ્વારા નિયત સમયાનુસાર દસ્તાવેજી પુરાવાઓ સાથે ઓનલાઇન સબમિશન કરવામાં આવેલ. ઇન્ડીયા સ્માર્ટ સીટી એવાર્ડ – ૨૦૧૯માં, ભારતનાં ૧૦૦ શહેરોમાથી કુલ ૩૩ શહેરો કવોલીફાય થયા છે, જેમાં રાજકોટ શહેરનું પર્ફોરમેન્સ અનુસાર રાજકોટ શહેરનું પણ સમાવેશ થયેલ છે. રાજકોટ શહેર ઇન્ડીયા સ્માર્ટ સીટી એવાર્ડ – ૨૦૧૯માં કવોલીફાય થયેલ હોય, હાલમાં  પ્રોપોઝલ સ્ટેજ માટે રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી દ્વારા તૈયારી શરૂ કરવામાં આવેલ છે તથા ૧૫ મે ૨૦૧૯ સુધી ઇન્ડીયા સ્માર્ટ સીટી એવાર્ડ – ૨૦૧૯નાં કોન્ટેસ્ટનાં  નિયમોનુસાર સબમિશન કરી ઇન્ડીયા સ્માર્ટ સિટી એવાર્ડ – ૨૦૧૯ મેળવવા માટે  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પુરા પ્રયત્ન કરવામાં આવશે. તેની અંતમાં મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયુ છે.

(3:56 pm IST)