Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

બીજા તબક્કામાં મોહનભાઇનો ૧૬ લાખ તો લલીત કગથરાનો ર૧II લાખ ખર્ચઃ તમામનો ખર્ચ માન્ય

રાજકોટ લોકસભા ચૂંટણીઃ ઉમેદવારોના ખર્ચનું સરવૈયું

રાજકોટ તા. ૧૭ :.. રાજકોટ લોકસભા  ચૂંટણીમાં ગઇકાલે બપોર બાદ ચૂંટણી લડી રહેલા  તમામ ઉમેદવારોના બીજા તબકકાનું ખર્ચનું સરવૈયુ જોવાયું હતું. અને તેની  એકસ્પેન્ડીચર ટીમ દ્વારા ચકાસણી બાદ તમામ ઉમેદવારોએ રજૂ કરેલા ખર્ચ અને તેના પુરાવા ટીમ દ્વારા માન્ય રખાયા હતાં.

નવાઇ એ છે કે, ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ટીમોના રજીસ્ટર કરતા વધુ ખર્ચ બતાવ્યો હતો.

લોકસભાની ચૂંટણી ખર્ચની એકસ્પેન્ડિચર ટીમે જાહેર કરેલી વિગતો મુજબ લોકસભા રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડતા કોંગ્રેસના લલિતભાઇ કગથરાએ રૂ. ર૧,૭૯,૭૯૭ અને ભાજપના મોહનભાઇ કુંડારીયાએ રૂ. ૧૬,૧૭,પ૩ર નો ખર્ચ એકસ્પેન્ડિચર ટીમ સમક્ષ જાહેર કર્યો હતો, જયારે શેડો રજિસ્ટર મુજબ લલિત કગથરાનો ખર્ચ રૂ. ૭,૮પ,૦૧પ અને મોહનભા કુંડારીયાનો ખર્ચ રૂ. ૧પ,૬૧,૬પ૧ થતો હતો.

બસપાના ઉમેદવાર વિજય પરમારે રૂ. ૩ર૬૬૪, અપક્ષ અમરદાસ દેશાણીએ રૂ. ૩૦,૯૪૦, નાથાલાલ ચિત્રોડાએ રૂ. ૭૦,૭પ૦, જે. બી. ચૌહાણે રૂ. ૧૬૪૦૦, મનોજ ચૌહાણે રૂ. ૧૪૯૦૦, જસપાલસિંહ તોમરે રૂ. ર૬૧૦૦, પ્રવિણભાઇ દૈગડાએ રૂ. ૧૮૦૦૦ અને રાકેશ પટેલે રૂ. રપપર૦ નો ખર્ચ કર્યાનું જાહેર કર્યુ છે. (પ-૧૭)

 

(8:44 am IST)