Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

મન પ્રમાણે થાય તો સુખ અને ન થાય તો દુઃખઃ પૂ. યોગતિલકસૂરીશ્વરજી મ.સા.

રાજકોટ, તા. ૧૮ :. રાજકોટના આંગણે પધારેલ પૂ. યોગતિલકસૂરિશ્વરજી મ.સા. દરરોજ સવારે પ્રવચન ફરમાવી રહેલ છે.

આપણે એટલુ તો નક્કી કર્યુ કે 'મન પ્રમાણે થાય તો સુખ અને ન થાય તો દુઃખ' અને મન પણ ત્યાં જ જાય છે કે જ્યાં સુખ લાગે. તે બીજા પાસે વધારે હોય તો દુઃખ, આપણી પાસે વધારે હોય તો સુખ.

તમારા આખા જીવનને ગંભીરતાથી તપાસો જ્યારે જ્યારે દુઃખનું ફીલીંગ થાય છે. પીડા અનુભવાય છે. મન અપસેટ થાય છે તે પાછળનું જોઈ કોઈ મૂળ કારણ હોય તો ભગવાન કે છે કે તમે બીજાનું જોયુ, બીજા સાથે સરખામણી કરીને પછી દુઃખ દુઃખ દુઃખ.. જેમ સ્કૂલમાં ભણતા એક છોકરાને ૯૦ ટકા આવ્યા, આનંદમા છે, પેંડા આપવાના પ્લાનીંગમા છે. એટલામા ખબર પડે છે બીજા છોકરાના ૯૨ ટકા છે તો શું થાય ? ૯૦ ટકાનું સુખ ટકે ? ઘટના શું બની ૯૦ ટકા તો એમના એમ છે પણ બીજાનું જોયુને મન પર લીધુ...

એક ઘરમાં ૩ દીકરા છે. મોટા દીકરાના લગ્ન થયા... વહુ આવી.. ઘરનુ બધુ કામ કરે છે. થોડા દિવસ પછી બીજા દીકરાના લગ્ન થયા, બીજી વહુ આવી, તે થોડી કામની ચોર હતી. એટલે ૪૦ ટકા કામ કરે છે. ૬૦ ટકા કામ મોટી વહુના ભાગે આવે છે. મોટી વહુ પહેલા ૧૦૦ ટકા કામ કરતી હતી અને હવે ૬૦ ટકા પહેલા કરતા મોટી વહુને તકલીફ ઓછી થઈ, કામ ઓછુ થયું, આરામ મળ્યો.. છતાં પહેલા કરતા વધારે આનંદમાં હશે કે દુઃખમાં હશે ? દુઃખમાં કેમ ? એ ૪૦ ટકા કરે મારે ૬૦ ટકા... એને ઓછુ કરવાનું, મારે વધારે.. આવુ થોડુ ચાલે... આનાથી ઘરમાં ઝઘડા ઉભા થાય.. પછી પતિને કે મને કામ કરવાનો કોઈ વાંધો નથી પણ અન્યાય થાય તે કેવી રીતે સહન થાય ? રોજ કાન ભંભેરણી કર્યા કરે ને એક દિવસ એવોે આવે કે છુટા થાય.. પછી શું થાય ? મોટી વહુ કેટલા ટકા કામ કરે ? ૧૦૦ ટકા ને ૧૦૦ ટકા કામ કરી આનંદમાં હોય.. તો સુખ કયાં છે ?

પતંગના દિવસો હતા ૩ મિત્રો પતંગ પકડવા ફરતા હતા. મસ્તીમાં હતા થોડીકવારમાં એક પતંગ કપાઈને આવીને ત્રણમાંથી એકના હાથમાં આવી ગઈ... હવે બાકીના બે મિત્રનું ફીલીંગ શું હોય ? દુઃખ... દુઃખ થયા પછી તમને ખબર છે શું કરે ? ફાડી નાખે... પછી ફીલીંગ કેવુ હોય ?

આનંદ.. એમાં ત્રણ ઘટના બની.. પહેલા ત્રણેય પાસે પતંગ ન હતી..છતાં આનંદ હતો.. પછી એક પાસે આવી બે પાસેતો અત્યારે પણ નથી.. છતાં દુઃખ, પછી ત્રણેય પાસે નથી બે પાસેતો અત્યારે પણ નથી. છતાં સુખ''પતંગ ન હોવી'' એ બાબતતો ત્રણે વખતમાં કોમન હતી છતા સુખ-દુઃખ-સુખ આવુ કેમ? બીજાનું જોયું માટે દુઃખ છે..

ટૂંકમાં વિશ્વના જીવો બીજાનું જોવે પોતાની સાથે કંપેર કરે, તે મેળવવા દોડે..દોડે મળે એટલે પાછુ બીજા નું જોવે. પાછા દોડે.. આમ કરતા આખી જીંદગી પુરી કરે છે.. બરાબરને?

અમારા ઘણા લોકો ચિતનું ઠેકાણું ન પાડે ને પ્રવૃતિ નું ઠેકાણુ પાડવાની મથામણ કરે.. તેની માટે મહેતન કરે.. પણ ભાઇ! પ્રવૃતિનું ઠેકાણુ પાડવું આપણા હાથની વાત છે ? એની માટેતો આખી જીંદગીએ તમને પુછી પુછીને, તમારી ઇચ્છા પ્રમાણે વર્તવુ પડે.. એ શકય નથી. અશકયની મહેેનત કરે.. સફળ નબને એટલે હતાશા, ટેન્શન, ડીપ્રેશન, મરવાના વિચાર આવી જાય.. કદાચ જીવતા જીવતા ૫૦૦ વાર મરી જતા હશે એવા લોકો હશે..

દુઃખને દુર કરવા મજુરી કરે, કેટલાય કલાસીસો કરે, ધ્યાન કરે, મનને શાંત બનાવવા પ્રયત્નો કરે, ફિલોસોફરો-ચિંતકોના પુસ્તકો વાંચે, ગમેત્યાંથી સુખમળે તો સારુ.. સુખ મળે એની માટે દેરાસર પણ જાશે દિક્ષા પણ લે.. પણ આ બધામાં સાચુ શું છે? પ્યોરીટી શું છે? ગેરંટી શું છે? કે સુખ મળે જ.. આપણે આ બધી વાત પણ કરવી છે પરંતુ એ પહેલા તમારો જે ભ્રમ છે કે સુખ દુઃખ બહાર છે તે ભાંગવો છે.. પછી તમને સાચા સુખની શોધ કરવાની તમન્ના જાગશે.

ફરી સુખ દુઃખ મનનો વિષય છે. તમે તપાસોતો સમજાશેકે બીજાનું જોઇને જ દુઃખી થવાય છે.. સર્વજ્ઞ પરમાત્માએ દુઃખ દુર કરવાની જડીબુટ્ટી આપી છે. એક મંત્ર આવે છે કે ''કોઇનું જોવું નહી, કોઇનું સાંભળવું નહી'' એક આ વાત તમારા મગજમાં મનમાં જીવનમાં બેસીજાય તો ૯૫% દુઃખ દુર થઇ જાય.

એક ખુબ જ પ્રસિધ્ધ કથા છે..

એક નગરમાં ૫ મોદી હતા. કરીયાણાનો વેપાર કરતા હતા. પાંચે પાંચને ધંધો પ્રોપર ચાલે છે. બન્યુ એવુ કે પાંચમાંથી એક મોદીને રાજા તરફથી રાજમહેલનો ઓર્ડર મળ્યો.. આ સમાચાર બાકીના ચાર મોદીને મળ્યા હવે શું થાય ? ચાર મોદીનું ફીલીંગ શું હોયો દુઃખ, પીડા,..

ચાર મોદીના જીવનમાં ફરક શું પડયો?

તેમના નફા,ધંધામાં અસર પડી ? ના કાંઇ ફરક નથી પડયું કાંઇ નુકશાન નથી થયું છતા.. દુઃખ કેમ? આવી ઘટના તમારા જીવનમાં બને તો શું થાય ? ચાર મોદીને સુખી કરવાનો રસ્તો શું? તમે વિચારો.. ચાર મોદી ભેગા થયા છે, સુખી થવાનો પ્લાન વિચારે છે.. એ મોદી તમને પુછવા આવે કે અમે શું કરીએ તો સુખી થઇ જઇએ.. તમારો જવાબ શું છે?..(૨-૨૧)

(4:09 pm IST)