Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

રાજકોટમાં એકાંતરે હત્યાઃ દેશમાં મહિલાઓ બાળાઓ પર અત્યાચારઃ કોંગ્રેસે કેન્ડલ માર્ચ યોજી સૂત્રોચ્ચાર કર્યા

રાજકોટઃ દેશમાં મહિલાઓ બાળાઓ પર બળાત્કાર હસીતના અત્યાચારો થઇ રહ્યા છે અને રાજકોટ શહેરમાં પણ એકાંતરે હત્યાની ઘટનાઓ બની રહી છે. ત્યારે ભા.જ.પ.ના શાશનમાં દેશ અને શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થીથી અત્યંત કથળી હોવાના આક્ષેપો સાથે ગઇકાલે રાત્રે જીલ્લા પંચાયત ચોક (રેસકોર્સ) થી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાં સુધી કેન્ડલ માર્ચ યોજી ભા.જ.પ સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરી ગુજરાત, જમ્મુ-કાશ્મીર અને ઉતર પ્રદેશમાં મહીલાઓ અને બાળાઓ પર પીચાસી  કૃકમો કરનારને ઝડપી કડક સજા કરવા માંગ ઉઠાવી હતી તે વખતની તસ્વીરાં શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુત, વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, યુનુસભાઇ સહીતના કોંગી આગેવાનો દર્શાય છે.(૬.૨૦)

(4:07 pm IST)