Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

કાલાવડ રોડ-યુનિવર્સિટી રોડ ડોકટર એસો.ની મિટીંગ 'કોરોના'ના કારણે મોકૂફ

રાજકોટ તા. ૧૮ :.. 'કોરોના'વાયરસને પ્રસરતો અટકાવવા માટે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા એક સાથે લોકોને એકત્ર ન થવાની અપીલ કરવામાં આવતા કાલે તા. ૧૯ ને ગુરૂવારે રાજકોટમાં કાલાવડ રોડ - યુનિવર્સિટી રોડ ડોકટર એસોસીએશનની મીટીંગ મળનાર હતી. તે મોકૂફ રાખવામાં આવી છે.

તમામ તબીબો અને સભ્યોને ધ્યાને લેવા પ્રેસીડેન્ટ ડો. મનીષ ગોસાઇ અને સેક્રેટરી ડો. પ્રશાંત ગણાત્રાએ જણાવ્યું છે.

(3:57 pm IST)