Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

રાજકોટ જેલમાંથી પેરોલ જમ્પ કરી ૬ વર્ષથી ફરાર બળાત્કાર લૂંટના કેદીની ભાવનગરમાંથી ધરપકડ

ભાવનગર,તા.૧૮:અલંગ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૪૭/૧૯૯૮ ઈ.પી.કો. કલમ- ૩૯૪,૩૯૭,૩૭૬(૨) વિગેરેઙ્ગ મુજબના ગુન્હામાં આરોપી બાલાભાઇ જીણાભાઇ ગોહેલ રહે- પસવી ગામ, તા.તળાજાની વિરૂધ્ધમાં સને-૧૯૯૮ માં ગુન્હો નોધાયેલ અને કાચા કામના કૈદી તરીકે મધ્યસ્થ જેલ રાજકોટમાં મોકલી આપવામાં આવેલ હતો અને તે દરમ્યાન મજકુર આરોપીએ પેરોલ રજાની માંગણી કરતાઙ્ગ દિન-૧૫ ના વચગાળાના પેરોલ રજા ઉપર મુકત કરવામાં આવેલ અને તા.૧૬/૦૬/૨૦૧૪ ના રજા પુરી થયે જેલમાં પરત થવાનું હતું પરંતુ મજકુર આરોપીઙ્ગ જેલમાં હાજર થયેલ નહી અને ફરાર થઇ ગયેલ.

એલ.સી.બી. સ્ટાફનાં તથા પેરોલ ફર્લો સ્કોડના માણસોને બાતમીરાહે હકિકત મળેલ કે તે સુરત હોવાનીઙ્ગ બાતમી મળતા જેથી એલ.સી.બી. સ્ટાફના માણસોઙ્ગ સુરત જઇ પેરોલ રજા ઉપરના આરોપી ઉ.વ.-૭૦ ધંધો- મજુરી રહે-મુળ વતન ગળથર તા.મહુવા તથા પસવી ગામ, તા.તળાજા હાલ કુંભારીયા, પુણા ગામ, ચારોલી રોડ, કેનાલ પાસે, વાડી વિસ્તાર, સુરત વાળાને સુરતથી પકડી લઇ તેની અટકાયત કરી મધ્યસ્થ જેલ રાજકોટમાં બાકી રહેલ સજા ભોગવવા માટે મોકલી આપેલ છે.ઙ્ગ

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટરઙ્ગ વી.વી.ઓડેદરા,પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિરપો.કોન્સ. તરૂણભાઇ નાંદવા,ભદ્રેશભાઇ પંડયા,નરેશભાઇ બારૈયા તથા ડ્રાઇવર પો.કોન્સ. હારીતસિંહ ગોહેલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા.

(11:53 am IST)