Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

'ક કેળવણીનો ક': શુક્રવારે વિચાર મંચ

સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન અને સુરક્ષા સેતુ દ્વારા અભૂતપૂર્વ પ્રયોગઃ પૂ.રમેશભાઇ ઓઝા, ભદ્રાયુ વછરાજાની અને સાંઇરામ દવે કેળવણી લક્ષી ચિંતન રજૂ કરશેઃ મહાપૂજાધામ ચોકમાં 'નચિકેતા' સર્કલ ખૂલ્લુ મૂકાશે

રાજકોટ તા.૧૮ : 'ક કેળવણીનો ક' શિક્ષણ સેમિનારને વાલીઓમાં મળેલ પ્રતિસાદને ધ્યાને લઇ શ્રી સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા વધુ એક અભૂતપૂર્વ વિચાર મંચનું આયોજન કરાયું છે.

તા.રર ના રાજકોટ મવડીગ્રીન્સ પાર્ટી ખાતે 'ક કેળવણનો ક' વિચારમંચનું આયોજન થયેલું છે જેમાં મુખ્ય વકતા તરીકે ભાગવતાચાર્ય પૂ. રમેશભાઇ ઓઝા, કેળવણીકાર ભદ્રાયુ વછરાજાની તથા સાહિત્ય અને શિક્ષણના વકતા સાંઇરામ દવે કેળવણીની સાંપ્રત-પૌરાણિક અને ભવિષ્યની ચર્ચા અને ચિંતન રજુ કરશે.

અત્યાર સુધીમાં www. sailaxmifoundation/kk પર બે હજાર જેટલા લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યુંછે.

આ સેમિનારમાં પૂ.ભાઇશ્રીમહાપુજાધામ ચોક ખાતે 'નચિકેતા સર્કલ'નું ઉદઘાટન કરશે. તેમજ સાંઇરામ દવેના બાળકો માટેના પુસ્તક 'મામાનું ઘર કેટલે'નું વિમોચન કરશે.

શિખવે તે શિક્ષણ અને કેળવી તે કેળવણી આમ શિક્ષણ અને કેળવણીમાં ફર્કશું એની આજના યુગમાં ઘણા બધાને ખબર જ નથી. જયારે 'ક કેળવણીનો ક' કાર્યક્રમ બાળકની અને જીવનની કેળવણી પર વિશેષ પ્રકાશ પાડતો  કાર્યક્રમ છે.

પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતન, જન્મસ્થાન દેવકામાં વિદ્યાપીઠ તેમજ ડાંગ જિલ્લાના આદિવાસી બાળકો માટે પૂ. ભાઇશ્રી સાપુતરામાં શિક્ષણ સંસ્થા ચલાવી સેવા પ્રવૃતિ કરી રહ્યા છ.ે આપણી ઋષિકુળની પરંપરાને ઋષિકુમારો દ્વારા પૂ. ભાઇશ્રી સતત પ્રજ્જવલિત રાખવાની કોશિષ કરી રહ્યા છ.ે

સુરક્ષા સેતુના સહયોગથી આકાર પામનાર આ કાર્યક્રમ માટે સાંઇલક્ષ્મી ફાઉન્ડેશનના ચેરમેન અમિત દવેએ જનતાજોગ નમ્ર અનુરોધ કર્યોછે.

કાર્યક્રમ તદ્દન ફ્રી છે પરંતુ વેબસાઇટ પરથી રજીસ્ટ્રેશન કરાવવા જરૂરી છ.ે  રજીસ્ટ્રેશન કરનારને ૯૩ર૭પ ૬૬૭પ૧ નંબર પરથી તેમજ મારૂતી કુરિયર સર્વિસની ઓફીસ પરથી આ કાર્યક્રમના ફ્રી પાસ ઉપલબ્ધ થશે.

(4:17 pm IST)