Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

અંતરમંતર બખડજંતર, તમારાભાઇ ફુલફટાક, ઓથાર નાટકના સફળ પ્રયોગ

જીયા એન્ટરપ્રાઇઝ, ભૂદેવ સેવા ટ્રસ્ટ અને પ્રથમ ઇવેન્ટસ દ્વારા યોજાઇ ગયેલ નાટકની તસ્વીર ઝલક

રાજકોટ તા.૧૮: ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી-ગાંધીનગર દ્વારા તેજસ ત્રિવેદી-જીયા એન્ટરપ્રાઇજ-રાજકોટ પ્રસ્તુત હાર્દિક મહેતા દિગ્દર્શિત તેમજ યોગેશ મહેતા લીખીત દ્વિઅંકી નાયક ''અંતર મંતર બખડજંતર''ની ભવ્ય રજૂઆત કરવામાં આવી હતી.

નટખટ કોમેડી નાટક એટલે ''અંતર મંતર બખડજંતર''આ નાટકના અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગર એમ ત્રણેય શહેરમાં અદભુત શો રહ્યા. આ નાટકમાં ગૌતમ જોષી, હેતાંગી વૈશ્નવ, પાર્થ જાની, મેહુલ વૈશ્નવ, મહિમા ભટ્ટ, કલ્પેશ બોઘરા, હાર્દિક મહેતા મુણાલિની ભટ્ટ અને નયન ભટ્ટએ અભિનયનાં ઓજસ પાથર્યા હતા. સંગીતસંચાલન ગુલામહુસેન અગવાન, પ્રકાશસંચાલન ચેતન ટાંક, પ્રોડકસન મેનેજર કલ્પેશ બોઘરા મેક-અપ દિલિપ પાડલીયા, કોસ્ચ્યુમ ફાલ્ગુની મહેતા જયારે નેપથ્ય સલીમ વારૈયા અને નૈમિષ પરમારએ સંભાળ્યું હતું.

સંગીત નાયક અકાદમી-અંતર્ગત ભૂદેવ સેવા ટ્રસ્ટ પ્રસ્તુત યોગેશ મહેતા દિગ્દર્શિત તેમજ વિનોદ સરવૈયા લીખીત દ્વિઅંકી નાયક ''તમારા ભાઇ ફૂલ ટુ ફટાક''ની ભવ્ય રજૂઆત કરવામાં આવી હતી.

પતિ અને પત્ની વચ્ચેના ખટપટ વાળા સંબંધોની વાચા આપતા આ નાટકના રાજકોટ,ભુજ અને ગાંધીનગર એમ ત્રણેય શહેરમાં થયા આ નાટકમાં શૃંગાર રૂઘાણી હેતાંગી વૈશ્નવ, મેહુલ વૈશ્નવ, પાર્થ જાની, શુભમ અંબાણી, ગુલામહુસેન અગવાન, કલ્પેશ બોઘરા, નૈમિષ પરમાર, મૃણાલિની ભટ્ટ અને નયન ભટ્ટએ અભિનયનાં ઓજસ પાથર્યા હતા. સંગીતસંચાલન ગુલામહુસેન અગવાન, પ્રકાશસંચાલન ચેતન ટાંક, પ્રોડકશન મેનેજર કલ્પેશ બોઘરા મેક-અપ દિલિપ પાડલીયા, કોસ્ચ્યુમ ફાલ્ગુની મહેતા જયારે નેપથ્ય સલીમ વારૈયા અને જયેશ જાદવએ સંભાળ્યું હતું.

બ્રિજુ કચ્છી-પ્રથમ ઇવેન્ટસ પ્રસ્તુત અનિશ કચ્છી દિગ્દર્શિત તેમજ યોગેશ મહેતા લીખીત દ્વિઅંકી નાટક ''ઓથાર''ની ભવ્ય રજુઆત કરવામાં આવી હતી. લાગણીની ખરલમાં ઘુંટાતું રહસ્યમય નાટક, અજવાળાને ઘેરી વળતો અંધારાનો ઓથાર આ નાટકના ગાંધીનગર, રાજકોટ અને ભુજ એમ ત્રણેય શહેરમાં અદભુત શો થયેલ નાટકમાં અનિશ કચ્છી, ગૌતમ જોષી, હીર અંતાણી, પાર્થ જોષી, મેહુલ વૈશ્નવ, કલ્પેશ બોઘરા, નૈમિષ પરમાર, હેતાંગી વૈશ્નવ, સલીમ વારૈયા, મૃણાલિની ભટ્ટ, નયન ભટ્ટ અને ડો.મહેશ ગુપ્તાએ અભિનયનાં ઓજસ પાથર્યા હતા. સંગીતસંચાલન ગુલામહુસેન અગવાન, પ્રકાશસંચાલન ચેતન ટાંક, પ્રોડકસન મેનેજર કલ્પેશ બોઘરા મેક-અપ દિલિપ પાડલીયા, કોસ્ચ્યુમ ફાલ્ગુની મહેતા જયારે નેપથ્ય સલીમ વારૈયા અને જયેશ જાદવ એ સંભાળ્યું હતું.

(4:05 pm IST)