Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

કથકમાં અલંકાર પૂર્ણની પરીક્ષામાં કુ.ચાંદની ગુસાણી ગુજરાત ફર્સ્ટ

રાજકોટ તા.૧૮: રાજકોટ કલાશ્રી ટ્રસ્ટ સંચાલિત તથકાર કથક કેન્દ્રનાં કથક ગુરૂ ક્રિષ્ના સાંગાણી તથા વંદના જાદવના શિષ્યા કુ. ચાંદની ગુસાણીએ અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડલ, મુંબઇ દ્વારા જાન્યુઆરી-૨૦૧૯માં લેવાયેલ અલંકાર પૂર્ણની પરીક્ષામાં ફર્સ્ટ કલાસ માર્કસ સાથે ગુજરાતમાં પ્રથમ સ્થાન હાંસલ કરી રાજકોટનું નામ રોશન કર્યું છે. સંગીત નાટક એકેડમી-દિલ્હી દ્વારા ઉભરતી પ્રતિભાઓને શિષ્યવૃતિ પ્રદાન કરવામાં આવે છે. કુ.ચાંદનીએ વર્ષ ૨૦૧૧-૧૨ના વર્ષની ક્રિયાત્મક પરીક્ષામાં ઉજ્જવળ પ્રદર્શન કરેલ અને રાજ્ય કક્ષાએ પસંદગી મેળવેલ અને એકેડમી દ્વારા શિષ્યવૃતિ મેળવેલ હતી. કુ. ચાંદની આ સિદ્ધિ બદલ  ગુજરાત સંગીત નાટક એકેડમી દ્વારા વર્ષ-૨૦૧૮માં ''કલા કે કલાકાર'' એવોર્ડથી સમ્માનિત કરવામાં આવેલ હોવાનું ભાવેશ ગુસાણી (મો. ૯૮૨૪૨ ૩૪૫૪૬)ની યાદીમાં જણાવાયું છે.

(4:04 pm IST)