Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

CCDCની મુલાકાતે કુલપતિ પેથાણી

રાજકોટઃ કેરીયર કાઉન્સેલીંગ ડેવલોપમેન્ટ સેન્ટર (સીસીડીસી)ના માધ્યમથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સૌરાષ્ટ્રના વિસ્તારના મહત્તમ છાત્રો સરકારી નોકરીમાં સફળતા મેળવે તે માટે વિદ્યાર્થીલક્ષી અભિગમથી 'ઇનોવેટીવ પ્રેકટીસ'ના ભાગરૂપે દેશની એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નોનસ્ટોપ સ્પર્ધાત્મક પરીક્ષાઓના તાલીમ વર્ગો, કાર્યશાળાઓ, ડાયરેકટ, ઇનડાયરેકટ કાઉન્સેલીંગના માધ્મયથી છેલ્લા ઘણા વર્ષોથી રેકોર્ડબ્રેક પરિણામો છાત્રોની મહેનત અને નિષ્ણાંતોનાં યોગ્ય માર્ગદર્શનથી મેળવેલ છે યુ.પી.એસ.સી., જી.પી.એસ.સી., યુ.જી.સી.નેટ/સ્લેટ,ટેટ,ટાટ, ગુજરાત ગૌણ સેવા, તલાટી મંત્રી, બિનસચિવાલય કલાર્ક વગેરે રાજ્ય તથા કેન્દ્ર સરકાર આયોજિત અનેક પરિક્ષાઓમાં પાંચ વર્ષમાં ૬૦૦ થી પણ વધુ છાત્રોએ સફળતા મેળવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીલક્ષી પ્રવૃતિ બિરદાવેલ છે. યુ.જી.સી નેટ/સ્લેટ જેવી પરીક્ષાઓમાં પણ ૪૫૦ થી વધુ છાત્રોએ સફળતા પ્રાપ્ત કરી સીસીડીસી અને સંકલિત સેન્ટરોની કામગીરી રાજ્યભરમાં નોંધનીય બનેલ છે. સીસીડીસી સેન્ટર ખાતે તાજેતરમાં જીપીએસસી વર્ગ-૧ અને ૨ ની પ્રાથમિક પરીક્ષાનાં વર્ગો દરરોજ ૯ થી ૧,૨૦૦ કલાક ચાલી રહ્યા છે તથા જૂન-૨૦૧૯માં યોજાનાર યુ.જી.સી.નેટ પરિક્ષાના પેપર-૧ના તાલીમવર્ગો ચાલી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પેથાણી સીસીડીસીની રૂબરૂ મુલાકાત લઇ તાલીમાર્થી છાત્રો સાથે સીધો વાર્તાલાપ કરેલ હતો.ઙ્ગઆ પ્રસંગે સીસીડીસી સંયોજક પ્રો.નિકેશભાઇ શાહ, લાયબ્રેરીયન હેતલબેન ગોસ્વામી, સુમિતભાઇ મહેતા, ચિરાગભાઇ તલાટીયા, દિપ્તીબેન ભલાણી વગેરેઉપસ્થિત રહેલા હતા.

(4:00 pm IST)