Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

શુક્રવારે શાસ્ત્રીય સંગીત સમારોહ

સરગમ કલબ અને પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનનું આયોજન : મુંબઇ અને પુનાના કલાકારો શાસ્ત્રીય રાગમાં શંકર જય કિશનના ફિલ્મી સંગીતનો જાદુ રેલાવાશે : વિનામુલ્યે પાસ વિતરણ

રાજકોટ તા. ૧૮ : સરગમ કલબ અને પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા શહેરીજનો માટે શાસ્ત્રીય રાગ આધારીત શંકર જયકિશનના ઉત્સાહ પ્રેરક ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આગામી તા. ૨૨ ના શુક્રવારે હેમુ ગઢવી હોલ ખાતે નિઃશુલ્ક ધોરણે યોજવામાં આવેલ છે.

જેમાં મુંબઇના પંડીત અમરેન્દ્ર ધનેશ્વર અને પુનેના વિદુષી સાનિયા પાટનકર શાસ્ત્રીય રાગોમાં સૂર છેડી શ્રોતાઓને રસતરબોળ કરશે. વિનામુલ્યે આયોજીત આ કાર્યક્રમ માણવા ઇચ્છુક કલારસિકોએ   તા.૨૦ ના બુધવારે સાંજે પ થી ૭ દરમિયાન પાસ મેળવવા હેમુ ગઢવી નાટય ગૃહ ખાતે સંપર્ક કરવા જણાવાયુ છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, મંત્રી મૌલેશભાઇ પટેલ તેમજ પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના પ્રમુખ એમ. કે. પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:00 pm IST)