Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

સાધુ વાસવાણી સ્કુલ દ્વારા રમતોત્સવ

 બાળકોમાં રમત ગમત પ્રત્યેનું કૌશલ્ય ખીલે તેવા આશયથી સાધુ વાસવાણી સ્કુલ ગાયકવાડી દ્વારા રમતોત્સવ ગોઠવવામાં આવ્યો હતો. સંસ્થાના ડાયરેકટર પુના સ્થિત ડો. અંજુ નિચાણીના હસ્તે ઓલમ્પીકસ ખુલ્લો મુકવામાં આવેલ. શાળાના ટ્રસ્ટી, ત્રણે વિભાગના આચાર્યશ્રીઓ, વાલીગણ ઉપસ્થિત રહેલ. ફીશ રેસ, સેક રેસ, સ્લો સાયકલીંગ, કલોક ધ સોકસ, ફીલ ધ બોટલ, ૧૦૦ મી. રનીંગ, પોટેટો રેસ, હર્ડલ્સ રેસ સહીતની સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાથે ચીઅર્સઅપ ડાન્સ અને અન્ય કૃતિઓ પણ રજુ થયેલ. કાર્યક્રમના અંતે વિજેતાઓને મેડલ, શીલ્ડ ટ્રસ્ટી બી. બી. ગોગીયા, શ્રીમતી વિદ્યાબેન ગોગીયા, મનહરભાઇ બુલચંદાણી, મંજુબેન નીચાણીના હસ્તે એનાયત કરાયા હતા.

(3:59 pm IST)