Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

અમૃત પાર્ક ઓનર્સ એસો.નું આવેદનઃ સરકારી ખરાબામાંથી ઝુપડપટ્ટીનું દબાણ હટાવોઃ ભયાનક ગંદકી દૂર કરાવો

અમૃત પાર્ક ઓનર્સ એસો.ના રહેવાસીઓએ દબાણ ગંદકી અંગે કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

રાજકોટ તા. ૧૮: અમૃત પાર્ક ઓનર્સ એસો.એ રાજકોટ કલેકટરને આવેદન પાઠવી સરકારી ખરાબામાં વસવાટનું દબાણ તેમજ ગંદકી હટાવવા બાબત અંગે રજુઆતો કરી હતી.

આવેદનમાં જણાવેલ કે, અમારી સોસાયટી અમૃત પાર્ક ઓનર્સ એસોસીએશનના રહેવાસીઓ અમૃત પાર્કની શેરી નં. ૧ થી પ ની બાજુમાં આવેલો સરકારી ખરાબો સર્વે નં. ૩૧૮ પૈકી ઓ.પી. ૬પ, એફ.પી. ૬પ,/૧, ૬પ/ર માં છેલ્લા બે વર્ષથી ઝુંપડપટ્ટીઓનું દબાણ દિવસે ને દિવસે વધતું રહ્યું છે. શરૂઆતમાં ર જુંડાઓ બનાવ્યાં હતાં અને ધીમે-ધીમે કરીને હાલમાં ૪૦ થી ૪પ ઝુંપડાઓની સંખ્યા થઇ ગયેલ છે. પહેલા ઝુંપડા બનાવે છે અને ત્યારબાદ પાકા મકાનો બનાવી નાખે છે. તેમજ ત્યાં ખુલ્લામાં સોચ તેમજ જાઝરૂ પણ ખુલ્લામાં કરવા બેસી જાય છે. જેથી કરીને અમારા લત્તાવાસીઓને કામકાજ માટે કે બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગ્યું છે.

અમારી સોસાયટીએ અગાઉ પણ ર થી ૩ અરજીઓ કરેલ છે. પરંતુ તેનો કોઇ જાતનો યોગ્ય નિકાલ કે કાર્યવાહી થયેલ નથી તો સરકારને વિનંતી કે વહેલાસર આ અરજીનો યોગ્ય નિકાલ કરી અમારી સોસાયટીના લોકોને રાહત આપવા યોગ્ય કરશો.

(3:59 pm IST)