Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

શહેરમાં આડેધડ ખોદકામ સામે કોંગ્રેસના ગાયત્રીબા વાઘેલાનું એલાને જંગ

નવાનકોર રસ્તાઓ ખોદી અંડર ગ્રાઉન્ડ કેબલ, વાયરીંગની કામગીરીના નિયમો જાહેર કરવા માંગઃ મ્યુ. કમિશ્નરને પત્ર પાઠવતા પુર્વ વિપક્ષી નેતા

રાજકોટ તા. ૧૮ :.. સમગ્ર શહેરમાં વિજપોલ અને અંડર ગ્રાઉન્ડ વાયરીંગની કામગીરીમાં ખોદાણ માટેની આપવામાં આવેલી મંજૂરી અને વસુલવામાં આવેલ ચાર્જની વિગતવાર માહિતી આપવા પુર્વ વિપક્ષી નેતા અને વોર્ડ નં. ૩ ના કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાએ મ્યુ. કમિશ્નરને પત્ર પાઠવ્યો છે.

આ અંગે ગાયત્રીબાએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, સમગ્ર શહેરમાં પીજીવીસીએલ વિજ કંપની દ્વારા આડેધડ ખોદાણો કરવામાં આવી રહ્યા છે. શહેરના દરેક રસ્તાઓમાં વાહન ચાલકો, રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી હાડમારી અનુભવી રહ્યા છે અને લાંબા સમય સુધી આ કામગીરી ચાલુ રહેવાના કારણે રસ્તાઓની હાલત ખુબ જ બદતર થઇ ગઇ છે. મ.ન.પા.ના જવાબદાર અધિકારીઓ દ્વારા આ કામગીરી ની કોઇ સમય મર્યાદા નકકી કરવામાં આવી હોય તેમ જણાતું નથી.

ત્યારે ખોદાણ માટે નકકી કરેલા નીતિ નિયમો-સમય મર્યાદા માટેની ગાઇડ લાઇનની સંપૂર્ણ વિગત જયારે આર. એમ. સી. એ વિજ પોલ ઉભા કરવાના હોય ત્યારે આર. એમ. સી. દ્વારા વિજ કંપની (પીજીવીસીએલ) ને કોઇ ચાર્જ ભરપાઇ કરવામાં આવે છે કે કેમ? તેની વિગતો.

 વિજ કંપનીના કોન્ટ્રાકટરો દ્વારા આડેધડ ખાડા ખોદી પરમીશન વગરકોઇ કામ કરવામાં આવ્યું હોયતેવા કિસ્સાઓની વિગતો અને આર.એમ.સી. દ્વારા કરવાની થતી અનેકરેલ કાર્યવાહીઓની વિગતો.

અત્યારસુધી છેલ્લા બે(ર) વર્ષમાં વિજ કંપની (પીજીવીસીએલ) દ્વારા કુલ કેટલા વિસ્તારમાં ખોદાણો કરવામાં આવ્યા અને તે પેટે કેટલી રકમ ચુકવવામાં આવી તેની વોર્ડ વાઇઝ માહીતી.

પીજીવીસીએલ વિજ કંપની દ્વારા કામગીરી સબબ ખોદાણનો ચાર્જ પેટે એડવાન્સ ચુકવણું કરવા માટેની આર.એમ.સી.ની શું પોલીસી છે સહીતના વિવિધ પ્રશ્ને માહીતી આપવા ગાયત્રીબાએ જણાવ્યું હતું.

(3:56 pm IST)