Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

વિજયભાઈએ સુરેશભાઈ ગોલના પરિવારને સાંત્વના આપી

રાજકોટ : ગોંડલ તાલુકાના દેરડી (કુંભાજી)ના વતની સુરેશભાઈ પરસોતમભાઈ ગોલ રાજકોટમાં જાણીતા આર્કીટેકટ બિલ્ડર તરીકે જાણીતા છે. વર્ષોથી પહેલા વ્યાવસાયિક હેતુસર રાજકોટ સ્થાયી થયેલા સુરેશભાઈ ગોલનું નામ રીયલ એસ્ટેટ ક્ષેત્રે જાણીતુ છે. તો સમાજ ઉપયોગી પ્રવૃતિઓમાં અગ્રેસર તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સ્વામીનારાયણ ગુરૂકુલ, વિવિધ જ્ઞાતિના સેવા સમાજો, સ્કુલ બિલ્ડીંગ માટે પોતાની નિઃશુલ્ક સેવાઓ આપી છે. ધ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ આર્કીટેકટ, કાઉન્સીલ ઓફ આર્કીટેકચર ન્યુ દિલ્હી, કિશાનપરા મિત્ર વર્તુળ - રાજકોટના તેઓ સભ્ય રહી ચૂકયા છે. તેમના નિધનથી સમગ્ર કડવા પાટીદાર સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. તો ભાજપ સંનિષ્ઠ કાર્યકર્તા ગુમાવ્યો હતો. તેમના નિધનની આ વસમી વેળાએ રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, વિધાનસભા - ૬૯ના વાલી અને સુરેન્દ્રનગર લોકસભાના પ્રભારી નીતિનભાઈ ભારદ્વાજ, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પ્રવાસન નિગમના રાજુભાઈ ધ્રુવ, મેયર બીનાબેન આચાર્ય સહિતના રાજકીય મહાનુભાવોએ સુરેશભાઈ ગોલની પત્નિ અલ્પાબેન, પુત્ર દેવ, પુત્રી પ્રથમી, મોટાભાઈઓ ભીખાભાઈ તથા નટવરલાલ અને ભત્રીજા નયનભાઈ ગોલ સહિતના ગોલ પરિવારના સભ્યોને મળી સાંત્વના આપી હતી.

(3:52 pm IST)