Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

મોબાઇલ ટાવરો પર તુટી પડતુ તંત્રઃ ૧૦ને સીલ

વેરા વસુલાત માટેની સીલીંગ ઝૂંબેશ આક્રમકઃ ૧૪ મકાનો પણ સીલ કરાયા

રાજકોટ, તા., ૧૮: ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯ પુર્ણ થવામાં હવે ૧૩ દ' બાકી છે ત્યારે મ્યુનીસીપલ કમિશ્નર બંછાનીધી પાનીએ મોબાઇલ ટાવર ધારકોનો બાકી વેરો વસુલવા કડક વલણ અપનાવ્યું છે. જે અન્વયે આજે ઇસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનની વેરા શાખા દ્વારા આજે નિલકમલ પાર્ક, પુનીતનગર, મવડી વિસ્તાર, સોરઠીયા વાડી સહિતના વિસ્તારોમાં મોબાઇલ ટાવરનો બાકી વેરો વસુલવા જીટીએલ અને રીલાયન્સના મોબાઇલ ટાવરો સીલ કર્યા છે. તેમજ ઉપરોકત ઝોનના વિવિધ વિસ્તારોમાં ૧૪ મિલ્કત સીલ થતા ૧૬ મિલ્કતને જપ્તીની નોટીસ આપવામાં આવ છે. આજે ત્રણેય ઝોનમાં ૩૧ લાખની વસુલાત થવા પામી છે.

હવે નાણાકીય વર્ષ પુર્ણ થવામાં ૧પ થી ૧૩ દિવસ બાકી છે ત્યારે મ્યુનીસીપલ કોર્પોરેશનની વેરા શાખાનો રરપ કરોડનો લક્ષ્યાંક પુર્ણ કરવા અને   બાકી વેરો વસુલવા કડક કાર્યવાહી હાથ ધરવામંાં આવી રહી છે. જે અંતર્ગત આજે સેન્ટ્રોલ ઝોન અને ઇસ્ટ ઝોનની વેરા શાખા દ્વારા નીલકમલ પાર્કમાં આવેલ રૂપ કોમ્પલેક્ષમાં, પુનીત નગર સોસાયટીમાંૅ, મવડી વિસ્તારમાં, સ્વાગત આર્કેડમાં, ઉમાકાંત ઉદ્યોગનગરમાં તથા ન્યુ મેઘાણીનગરમાં વૈદવાદી વિસ્તારમાં જયોતી કોમ્પલેક્ષમાં, સોરઠીયા વાડી સહિતવિવિધ વિસ્તારોમાં જીટીએલના ૯ તથા રિલાયન્સના ૧ સહિત કુલ ૧૦ મોબાઇલ ટાવરનો ૬પ લાખનો વેરો વસુલવા મોબાઇલ ટાવર સીલ કરવામાં આવ્યા છે

આ ઉપરાંત ગોંડલ રોડ, અટીકા વિસ્તારમાં ૧૪ મિલ્કતો સીલ કરવામાં આવેલ તથા આર્થીક ભવન, ગોંડલ રોડ વાણીયા વાડી વિસ્તારોમાં ૧૬ મલ્કતને જપ્તીની નોટીસ આપવામાં આવી છે. આજે બે ઝોન દ્વારા ૬.૬ર લાખની આવક થવા પામી હતી.

આ કામગીરી  મ્યુ. કમિશ્નરની  સુચના અનુસાર આસી. કમિશ્નરના માર્ગદર્ર્શન હેઠળ આશી. મેનેજર મયુર ખીમસુરીયા, રાજીવ ગામેતા, વોર્ડ ઓફીસર આરતીબેન નિમ્બાક, હેમાદ્રીબા ઝાલા, કેતન સંચારીયા તથા ટેકસ ઇન્સ્પેકટર કમલેશ ઠાકર, માનવેન્દ્રસિંહ જાડેજા, નિતીનભાઇ ખંભોળીયા, મુકેશભાઇ ખંધેડીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

વેસ્ટ ઝોન

વેસ્ટ ઝોનની વેરા શાખા દ્વારા વાવડી વિસ્તારમાં બાકી વેરો વસુલવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા રપ લાખની વસુલાત થવા પામી છે. આ કામગીરી આસી. કમી.ના માર્ગદર્શન હેઠળ વોર્ડના આસી. મેનેજરની સુચના અનુસાર ટેકસ ઇન્સ્પેકટર સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(3:47 pm IST)