Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

નવાગામ પાસે થયેલા અકસ્માતના ગુનામાં વાહન ચાલકનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા. ૧૮: બેફીકરાઇથી વાહન ચલાવી અકસ્માત કરી ફ્રેકચર જેવી ગંભીર ઇજા કરવાના ગુન્હામાં આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવેલ છે.

આ કામની ફરીયાદ તા. ૧૪-૦ર-ર૦૧૬ના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ર૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ. વી. એકટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબની ફરીયાદ વિનોદભાઇ વાલજીભાઇ સાબળીયા, રહે. મુ. બળધોઇ, તા. જસદણ, જી. રાજકોટ વિરૂધ્ધ નોંધાયેલ હતી. આ કામના ફરીયાદી જયદેવભાઇ માવજીભાઇ ડોડીયાની ફરીયાદ એવી છે કે રાજકોટ શહેરમાં સરધારથી કોટડા સાંગાણી જતા રોડ ઉપર નવાગામ પાસે એક બોલેરો ગાડીના ચાલક વિરૂધ્ધ ફરીયાદી જયદેવભાઇ માવજીભાઇ ડોડીયા તથા હરીભાઇ વાલાભાઇ ડોડીયાને તેમના મોટર સાયકલ સ્પ્લેન્ડર પ્લસ સાથે હડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ થયેલ ત્યારબાદ તેમને બન્નેને જમણા પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ તે અંગેની ફરીયાદ નોંધાયેલ. બાદમાં આ કામે તા. ૩૦-૦૩-ર૦૧૬ના રોજ ચાર્જશીટથી રાજકોટના જયુ. મેજી.ની કોર્ટમાં ફરીયાદી તથા પંચો તથા બાર જેટલા સાહેદોની જુબાની લેવામાં આવેલી તેમજ તમામ સાહેદોને તપાસી, ત્યારબાદ બન્ને પક્ષોની દલીલો ધ્યાને લઇ જયુ. મેજી. એ આરોપીને નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કરેલ હતો.

આ કામે આરોપી તરફે રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી શૈલેષ એમ. ગોંડલીયા તથા સંદિપ વી. જેઠવા રોકાયેલ હતા.

(3:46 pm IST)