Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

શ્રીજી ગૌશાળામાં ગુરૂવારે ફુલફાગ હોરી મહોત્સવ

રાજકોટ તા. ૧૮ : શહેરની ભાગોળે જામનગર રોડ પર ન્યારા ગામ પાસે આવેલ શ્રીજી ગૌશાળા ખાતે તા. ૨૧ ના ગુરૂવારે ધૂળેટીની સાંજે 'ફુલફાગ હોરી ઉત્સવ' નું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા મહોત્સવ સમિતિના આગેવાનોએ જણાવેલ કે પુષ્ટી માર્ગીય સંપ્રદાયની રીતી પ્રમાણે અહીં ફુલફાગ હોરી ઉત્સવ ઉજવાશે. સાંજે ૬ વાગ્યાથી આરંભ થશે.

પુષ્ટિમાર્ગીય પાઠશાળાના ભુપેન્દ્રભાઇ ધાબલીયા અને એમનું કિર્તનવૃંદ વૃજના અષ્ટછાપ કિર્તનકારોના ભાવપૂર્ણ ધમાર હોરી પદો સાથે ભકિત કિર્તન રજુ કરશે. સાથે વ્રજ હોરીના વિવિધ નૃત્યોની અભિવ્યકિત થશે. કાર્યક્રમ પૂર્ણ થયે ભાવિક ભકતો માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરાશે.

અહીં ઉલ્લેખનીય છે કે શ્રીજી ગૌશાળામાં ૧૮૭૫ ગૌ માતાઓ સન્માનભેર આશરો લઇ રહી છે. સાથે ગૌસંવર્ધન, ગૌમૂત્ર ચિકિત્સા અને વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પણ થઇ રહી છે.

ફુલ ફાગ હોરી ઉત્સવમાં ભાવુકોએ સહપરિવાર પધારવા શ્રીજી ગૌશાળા અને શ્રી ગીરીરાજ ગૌમૂત્ર ચિકિત્સા કેન્દ્ર દ્વારા  અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં વિગતો વર્ણવતા પ્રભુદાસભાઇ તન્ના (મો.૯૮૨૫૪ ૧૮૯૦૦), જયંતિભાઇ નગદીયા (મો.૯૪૨૭૪ ૨૯૦૦૧), વિનુભાઇ ડેલાવાળા (મો.૯૪૨૮૨ ૦૦૧૮૧), રમેશભાઇ ઠકકર (મો.૯૯૦૯૯ ૭૧૧૧૬), ચંદુભાઇ રાયચુરા (મો.૯૮૯૮૨ ૪૧૧૯૦), ભુપેન્દ્રભાઇ છાટબાર (મો.૯૩૭૬૭ ૩૩૦૩૩)  ચંદુભાઇ રાયચુરા, દિનેશભાઇ રાયચુરા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૬)

(3:40 pm IST)