Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

સગીરાના અપહરણના ગુનામાં પ વર્ષથી ફરાર પુરન ચંદ્ર ઉર્ફે સાગર બૈરા પકડાયો

ફરલો સ્કવોડે ઓરીસ્સાના શખ્સને કુવાડવા જીઆઇડીસીમાંથી દબોચ્યો

રાજકોટ તા.૧૮: કુવાડવા વિસ્તારની ૧૫ વર્ષની સગીરાના અપહરણના ગુનામાં પાંચ વર્ષથી ફરાર ઓરીસ્સાના શખ્સને પેરોલ ફરબો સ્કવોડે બાતમીના આધારે કુવાડવા જીઆઇડીસીમાંથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર સિધ્ધાર્થ ખત્રી તથા એસીપી જયદીપસિંહ સરવૈયાની સૂચનાથી પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઇ બી.કે.ખાચરના માર્ગદર્શન મુજબ નાસતા ફરતા આરોપીને શોધવા માટે હેડ કોન્સ બાદલભાઇ, ધર્મેન્દ્રસિંહ, દિગ્વીજયસિંહ તથા ધીરેનભાઇ સહિત કુવાડવા રોડ ધીરેનભાઇ સહિત કુવાડવા રોડ પોલીસમથકમાં અપહરણના ગુનામાં ફરાર શખ્સને શોધવા માટે પેટ્રોલીંગમાં હતા. ત્યારે તે શખ્સ કુવાડવા પાસે કામ કરતો હોવાની બાદલભાઇ,ધર્મેન્દ્રસિંહ અને બકુલભાઇ તથા દીગ્વીજયસિંહ અને મહંમદઅઝરૂદીનભાઇને મળેલી બાતમીના આધારે પીએસઆઇ, ખાચર, હેડકોન્સ બાદલભાઇ ધર્મેન્દ્રસિંહ, બકુલભાઇ, વિનોદરાય, દીગ્વીજયસિંહ, મધુકાંતભાઇ,મહંમદ અઝરૂદીનભાઇ, મયુરસિંહ, કિશોરદાન, ધીરેનભાઇ, જગદીશભાઇ, જયપાલસિંહ, જયદેવસિંહ, તથા ચંદ્રકાંતભાઇ સહિતે કુવાડવા જીઆઇડીસીમાં કાર ખાનામાંથી પુરનચંદ્ર ઉર્ફે સાગર ગણેશચંદ્ર બૈરા (ઉ.વ.૨૯)(રહે.કુવાડવા રોડ જીઆઇડીસી, પ્લોટ નં.૨૫૨ કારખાનામાં, મૂળ ઉતરપરા જી.બાલેબાર ઓરીસ્સા)ને પકડી લીધો હતો.

(11:23 am IST)