Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

જેલમાંથી છુટી ચોરીનો ૬૮ હજારનો માલ વેંચવા રાજકોટ આવેલો ગારીયાધારનો મનોજ ઝડપાયો

ભાવનગર-અમરેલી જીલ્લાનો રીઢો ઘરફોડીયોઃ અગાઉ સાત ગુના આચર્યા'તા : ક્રાઇમ બ્રાંચના ફિરોઝભાઇ શેખ, હરદેવસિંહ જાડેજા અને યોગીરાજસિંહ જાડેજાની બાતમી

રાજકોટઃ શહેર ક્રાઇમ બ્રાંચે ગારીયાધારના મોરબા ગામના વતની અને હાલ ગારીયાધારમાં ભરતભાઇ પટેલના ભાડેથી રહેતાં રીઢા તસ્કર મનોજ બચુભાઇ સાથળીયા (દેવીપૂજક) (ઉ.૨૫)ને રાજકોટ સોની બજારમાંથી ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, હરદેવસિંહ જાડેજા અને કોન્સ. યોગીરાજસિંહ જાડેજાની બાતમી પરથી ચોરીના ૬૮,૯૨૦ના મુદ્દામાલ સાથે પકડી લેવાયો છે. જમાં સોનાનો કાનસર, બુટી, ઓમકાર, બાલી, કઇડો, મગગોટા, દાણા તથા સફેદ ધાતુના આઠ સિક્કા અને રોકડા રૂા. ૧૨,૫૨૦ કબ્જે કરાયા છે. આ શખ્સે એકાદ વર્ષ પહેલા મોરબા ગામે ત્રણ મકાનોમાં ચોરીઓ કરી હતી. આ મુદ્દામાલ તેણે સંઘરી રાખ્યો હતો. એ દરમિયાન તે પકડાઇ જતાં જેલહવાલે થયો હતો. થોડા દિવસ પહેલા જ જેલમાંથી છુટ્યો હોઇ અગાઉ છુપાવેલો ચોરીનો માલ વેંચવા તે ગઇકાલે રાજકોટ પહોંચ્યો હતો અને ઝડપાઇ ગયો હતો. અમરેલી તથા ભાવનગર જીલ્લામાં પણ છ-સાત ઘરફોડીના ગુના આચરી ચુકયો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની સુચના તથા પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.એમ. ધાખડા તથા ટીમના એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, હરદેવસિંહ, ફિરોઝભાઇ, યોગેન્દ્રસિંહ, સોકતખાન, અમીતભાઇ, યોગીરાજસિંહ સહિતે આ કામગીરી કરી હતી.

(11:26 am IST)