Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

રૈયા-માધાપર અને વોર્ડ નં. ૧૫/૧ - ૧૫/૨ના વિસ્તારોમાં અશાંતધારો લાગુ

મ્યુ. કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે વોર્ડ નં. ૨માં અશાંતધારો લાગુ કર્યા બાદ ચૂંટણી ટાંકણે જ વધુ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરાયો : રૈયા-૬ ટીપી (મોટાભાગનો ગાંધીગ્રામ વિસ્તાર) રૈયા-૧ ટીપી નવો વિસ્તાર, માધાપરના સર્વે નં. ૪૫,૪૩,૪૭,૪૮: રાજકોટના ૪૪૬, ૪૫૭, ૫૬૩, ૫૭૧ તથા વોર્ડ નં. ૧૫/૧ અને ૧૫/૨ના વિસ્તારોમાં મિલ્કત ટ્રાન્સફર માટે કલેકટરની મંજુરી લેવી પડશે

રાજકોટ, તા. ૧૮ :. મ્યુ. કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે રાજકોટના વોર્ડ નં. ૨માં બજરંગવાડી સહિતના વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરાયા બાદ રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી ટાંકણે જ રૈયા ગામ, માધાપર ગામ તથા રાજકોટ અમુક સર્વે નંબર અને વોર્ડ નં. ૧૫/૧ તથા ૧૫/૨ના વધુ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરાતા હવે આ વિસ્તારના મિલ્કતધારકોએ પણ મિલ્કત ટ્રાન્સફર માટે જીલ્લા કલેકટરની મંજુરી લેવી પડશે. તે મંજુરી મળ્યા બાદ જ જે તે મિલ્કત ધારક પોતાની મિલ્કત વેચી શકશે.

રાજ્ય સરકાર દ્વારા વધુ એક હુકમ બહાર પાડી રાજકોટના રૈયા ગામ વિસ્તાર એટલે કે જૂનો ગાંધીગ્રામ વિસ્તાર ઓળખાય છે તે રૈયા-૬ ટીપી વિસ્તારના રૈયાના સર્વે નં. ૨૦૨, ૨૦૩, ૨૦૪, ૨૦૫, ૨૦૬, ૨૦૭, ૨૦૮, ૨૦૯, ૨૧૦ પૈકી ૨૧૧ પૈકી, ૨૧૨ પૈકી  ૧૪૫ પૈકી તેમજ રૈયા ટીપી-૧ એટલે કે નવા વિસ્તારો તરીકે ઓળખાય છે તે રૈયા સર્વે નં. ૧૩૧ પૈૈકી, ૧૩૨, ૧૩૩, ૧૩૪ પૈકી, ૧૩૬ પૈકી, ૧૩૭, ૧૩૮, ૧૩૯, ૧૪૦, ૧૪૧, ૧૪૨

તથા ૧૪૩ પૈકીના વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરાયો છે.

તેમજ માધાપર ગામના સર્વે નં. ૪૫ પૈકી, ૪૬ પૈકી, ૪૭, ૪૮ પૈકી તથા રાજકોટના રેવન્યુ સર્વે નં. ૪૪૬ પૈકી (સીટી સર્વે નં. ૪૫૩ પૈકી), ૪૫૭ પૈકી (સીટી સર્વે નં. ૫૩૮ પૈકી), ૫૬૩ પૈકીમા (સીટી સર્વે નં. ૫૬૮ થી ૫૭૦) તથા રાજકોટના સર્વે નં. ૫૭૧ પૈકીના વિસ્તારોમાં પણ અશાંતધારો લાગુ કરાયો છે.

જયારે રાજકોટના વોર્ડ ૧પ/૧ માં સીટી સર્વે નંબર ૬૧૬થી ૬૧૯, ૬ર૪, ૬૩પ થી ૬પ૦, ૬૬૧, ૬૬૬ થી ૭૧૬, ૭૧૯ થી ૭પર, ૭પ૪, ૭પ૬ થી ૮પ૭, ૮૮૦, ૮૮૧, ૮૮૩ થી ૯૭પ, ૯૮૧ થી ૧૦૮૬, ૧૦૮૯ થી ૧૧૩૬, ૧૧૩૯, ૧૧૪૦, ૧૧૪પ, ૧૧૪૮, ૧૧૪૯, ૧૧પ૧, ૧૧પ૪થી ૧૧૬૬, ૧ર૬૩, ૧ર૬૪, ૧૭૧૧, ૧૧૬૮ થી ૧ર૪૧, ૧ર૬૭ થી ૧ર૭૬, ૧ર૭૯ થી ૧૩૬૩, ૧૩૬૮ થી ૧૩૬૯, ૧૪ર૬ થી ૧પપ૯, ૧પ૬૪, ૧પ૬પ, ૧પ૮૧ થી ૧૬૧૭, ૧૬૧૯ થી ૧૬૯૧, ૧૭૦પ થી ૧૭૧૬, ૧૭૧૮, ૧૭ર૦ થી ૧૭૩પ, ૧૭૪૬ થી ૧૭પ૧, ૧૭પપ થી ૧૭પ૭, ૧૭૬૩, ૧૭૬૪, ૪૩૬૦, ૪૩૬૩, ૪૩૬૭ તથા ૪૯૦૬ સીટી સર્વે નંબરમાં અશાંતધારો લાગુ કરી દેવાયા છે.

તેમજ વોર્ડ નં. ૧પ/ર ના સીટી સર્વે નંબર ૧ થી ૯૪, ૪૭૯ થી ૪૯૩, પ૬૧ થી પ૯૭, ૬૦૬ થી ૬૩૩, ૪૯૯ થી પ૪પ થી પ૬૦, ૪૪૧૭, ૪૪૧૯ તથા ૪૮૦ર થી ૪૯૦૦ વિસ્તારોમાં અશાંતધારો લાગુ પડશે.

રાજકોટના વોર્ડ નં.ર ના વિસ્તારો બાદ રૈયા ગામ (જુના ગાંધીગ્રામ વિસ્તાર) માધાપર ગામ, રાજકોટના અમુક સર્વે નંબરો તથા રાજકોટના વોર્ડ નં.૧પ-૧ તથા ૧પ-રમાં અશાંતધારો લાગુ પડી જતા આ વિસ્તારના મિલ્કતધારકોએ મિલ્કત ટ્રાન્સફર માટે હવે ફરજીયાત જીલ્લા કલેકટરની મંજુરી મળ્યા બાદ જ જે તે મિલ્કત ધારક પોતાની મિલ્કત વેચી શકશે અથવા તો લઇ શકશે.

શહેરના મોટા  વિસ્તારોમાં  એક સમુહ દ્વારા મોટા પાયે મિલ્કતની ખરીદી થાય બાદ આ વિસ્તારોમાં રહેતા બીજા સમુહ સાથે ઘર્ષણ ન થાય તે માટે તેમજ જે તે વિસ્તારોમાં એક સમુહની વસ્તી વધી ન જાય તે માટટે રાજય સરકાર દ્વારા જેે તે વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરાઇ છે. રાજકોટના વોર્ડ નં.ર ના અમુક વિસ્તારો તથા ઉપર મુજબના વિસ્તારોમાં આ જ હેતુથી અશાંતધારો લાગુ કરાયો છે.

(3:23 pm IST)