Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

પંચાયત ચોક નજીક પટેલ કન્યા છાત્રાલયની બાજુમાં લક્કી રેસ્ટોરન્ટમાં આગ :ફર્નિચર -આસપાસની દુકાનો અને ઉપરનો ફ્લેટ પણ આગની ઝપટે

છાત્રાલયમાંથી કન્યાઓ પણ ભયને કારણે બહાર દોડી: ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ ભભૂકી :અન્ય બાટલાઓમાં પણ આગ લાગી : ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો

 

રાજકોટ : શહેરના પંચાયત ચોક નજીક આવેલ પટેલ કન્યા છાત્રાલયની બાજુમાં લક્કી રેસ્ટોરન્ટમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી આગની જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયું હતું અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી

અંગે જાણવા મળ્યા મુજબ લક્કી રેસ્ટોરન્ટમાં ગેસનો બાટલો લીકેજ થતા આગ ફાટી નીકળી હતી આગ જોતજોતામાં બાજુના અન્ય બાટલાઓમાં પણ પ્રસરતા વિકરાળ બની હતી આગની ભયાનકતાનો કારણે પટેલ કન્યા છાત્રાલયની કન્યાઓ પણ બહાર દોડી આવી હતી

આગને કારણે રેસ્ટોરન્ટનું ફર્નિચર અને આસપાસની દુકાનો અને ઉપલા મજલે એક ફ્લૅટને પણ ઝપટમાં લીધા હતા જોકે ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો

(10:19 pm IST)