Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

રાજેશ ચીકી ઉપર આવકવેરાનો સર્વે

સદર બજાર અને મેટોડામાં રાજકોટ રેન્જ-૨ ના અધિકારીઓ દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ૧૮ : વિદાય લેતા ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં સીબીડીટીએ આપેલો ટાર્ગેટ પૂર્ણ કરવા સર્વેની કામગીરી આવકવેરા વિભાગે વધારી છે. અગાઉ બિલ્ડર, જ્વેલર્સ પેઢી અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા તેમજ ઉદ્યોગકારો ઉપર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આજે બપોરે ચીકીના વેપારી ઉપર સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ ઇન્કમટેક્ષ રેન્જ-૨ (૧) ના એડીશ્નલ કમિશ્નર શ્રી કાબરાના માર્ગદર્શન તળે ૧૮થી વધુ અધિકારીઓ રાજકોટની જાણીતી રાજેશ ચીકી ઉપર સર્વે હાથ ધર્યો છે.  શહેરના સદર બજાર વિસ્તારમાં આવેલ રાજેશ ચીકી અને મેટોડામાં આવેલ તેમની ફેકટરી ઉપર આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે. આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા રાજેશ ચીકીના ડાયરેકટરો દ્વારા કરવામાં આવેલ નાણાકીય વ્યવહાર તેમજ અન્ય રોકાણ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

(3:04 pm IST)