Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

વેલેન્ટાઇન ડે ની અનોખી ઉજવણી

 ૧૪ મી ફેબ્રુઆરી યુવા હૈયાઓ 'વેલેન્ટાઇન ડે'ની ઉજવણી કરી રહ્યા હતા. ફિલ્ડમાર્શલ - તથા ગોવાણી કન્યા છાત્રાલયની એક હજાર દિકરીઓએ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ગીત-સંગીતથી મઢેલા 'સોળ સંસ્કાર' કાર્યક્રમનું આયોજન કરી આ દિવસની અનોખી ઉજવણી કરી હતી. સુપ્રસિધ્ધ આંતરરાષ્ટ્રીય ગાયક કલાકાર વિનોદ પટેલ દ્વારા આ કાર્યક્રમ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ અભિનવ કાર્યક્રમનો વિચાર અને પ્રેરણા આપનાર ફિલ્ડમાર્શલ - ગોવાણી કન્યા છાત્રાલયના મેનેજીંગ ટ્રસ્ટી પરસોતમભાઇ ફળદુએ સૌને આવકારી સ્વાગત કર્યુ હતુ. સંસ્થાના પ્રમુખ ચંદ્રકાંતભાઇ કણસાગરા તથા તમામ ટ્રસ્ટીઓએ આ કાર્યક્રમને પ્રાસંગિક ગણાવી શુભેચ્છા પાઠવી હતી. પ્રો.જે.એમ. પનારાએ કાર્યક્રમની ભૂમિકા વિસ્તારથી સમજાવીને સમગ્ર કાર્યક્રમનું સંકલન કર્યુ હતુ. આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે ટ્રસ્ટી નરોતમભાઇ કણસાગરા, પ્રિ.વિજયભાઇ ભટ્ટાસણા, કાન્તિભાઇ જાવિયા (એડીકો), ગૌતમભાઇ ધમસાણિયા, ધર્મેન્દ્રભાઇ ફળદુ, પ્રો.યશવંત ગોસ્વામી, ભૂપેશભાઇ અમૃતિયા (મોરબી), રજનીકાંત પડસુંબિયા (મોરબી), શાંતિભાઇ ફળદુ, કિશોરભાઇ કુંડારિયા, (દુરદર્શન - કેન્દ્ર), નિર્મળાબેન ફળદુ, ચંદ્રિકાબેન કણસાગરા, હંસાબેન પનારા, પ્રજ્ઞાબેન ડઢાણીયા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે રેકટર ક્રિષ્નાબેન સુરેજા, સુમિત્રાબેન રોકડ, ભૂમિ સાપોવાડિયા, અનસૂયાબેન સવસાણી, તથા કાંતિભાઇ ભાલોડીયાએ જહેમત ઉઠાવી હતી.(૨૩.૧૪)

(3:39 pm IST)