Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

રાજકોટ-ગોંડલ હાઇવે પર ભરૂડી ખાતે ફરી મારામારી

રાજકોટ,તા.૧૬ : રાજકોટ-ગોંડલ હાઇવે પર આવેલું ભરુડી ટોલનાકું ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. આ ટોલનાકું ભૂતકાળમાં કોઈને કોઈ કારણે વિવાદમાં રહ્યું છે. ભરુડી ટોલનાકા ખાતે મારામારીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક કાર ચાલક ટોલબૂથના કર્મચારી સાથે મારામારી કરે છે. ગત વર્ષે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ આ ટોલગેટ ખાતે તકરાર કરી હતી. આ ઉપરાંત રાજકોટના પિતા-પુત્રએ ગત વર્ષે ટોલકર્મીને રિવોલ્વર બતાવી હતી. તાજેતરમાં સામે આવેલો વીડિયો ૧૪મી જાન્યુઆરીનો છે. મળતી માહિતી પ્રમાણે ટોલનાકા ખાતે ટોલ ભરવા મુદ્દે કાર ચાલક અને ટોલબૂથના કર્મચારી વચ્ચે બબાલ થઈ હતી. જે બાદમાં કાર ચાલકે ટોલબૂથના કર્મચારીને માર માર્યો હતો. આ મામલે ટોલનાકા સંચાલકોએ ગોંડલ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. મળતી માહિતી પ્રમાણે ટોલબૂથના કર્મચારીને માર મારનાર કાર ચાલકનું નામ પ્રહલાદસિંહ ચુડાસમા છે. પ્રહલાદસિંહ ચુડાસમાએ ટોલબૂથના મોહન રાઠવા નામના કર્મચારીને માર મારીને ધમકી આપી હતી. આ બનાવ રાત્રે ૧૦:૪૧ વાગ્યે બન્યો હતો.

      વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાર ચાલક ટોકનાકા ખાતે ઊભો રહે છે. જે બાદમાં તે ટોલબૂથના કર્મચારી સાથે બોલાચાલી કરે છે. જે બાદમાં કાર ચાલક નીચે ઉતરે છે અને ટોલકર્મી જે કેબિનમાં બેઠો હોય છે તેમાં પ્રવેશ કરે છે. આ દરમિયાન બંને વચ્ચે ઝપાઝપી થાય છે. કાર ચાલક ટોલકર્મીના માથાના વાળ પકડીને તેને માર મારે છે. તેને લાતો પણ મારે છે. બૂથકર્મીના ગાલ પર તમાચા પણ મારે છે. આ દરમિયાન અન્ય બૂથમાં બેઠેલા લોકો પણ બહાર દોડી આવે છે. અંતે લોકો એકઠા થઈ જતાં કર્મચારીને છોડાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે ભરૂડી ટોલનાકા ખાતે ગત વર્ષે ૪૦ રૂપિયાનો ટોલ ટેક્સ ભરવા બાબતે લક્ઝુરીયસ ગાડીમાં આવેલા રાજકોટના સરકારી કોન્ટ્રાક્ટર પિતા-પુત્રે પિસ્તોલ કાઢીને ટોલ કર્મચારીને જાનથી મારી નાખી ધમકી આપવાનો બનાવ બન્યો હતો. આ મામલે પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી હતી. આ ટોલનાકા ખાતે ટોલ મુદ્દે અવારનવાર તકરાર થતી રહે છે. આ કારણે જ અહીં અનેક વખત ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળે છે. ગત વર્ષે રાજ્યના મંત્રી જયેશ રાદડિયાએ પણ ટોલ કર્મચારીઓ સાથે ઝઘડો કર્યો હતો. લોકોને આક્ષેપ છે કે અહીં બહારના લોકોને નોકરી પર રાખવામાં આવે છે.

(7:48 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસ 2 લાખથી ઓછા : સતત ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 9972 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,82,647 થઇ :એક્ટિવ કેસ 1,97,818 થયા: વધુ 17,116 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,27,852 થયા :વધુ 137 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,593 થયા access_time 1:08 am IST

  • દેશમાં કોરોના હાંફી ગયો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,948 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,71,658 થઇ :એક્ટિવ કેસ 2,05,573 થયા: વધુ 13,164 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,09,048 થયા :વધુ 136 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,447 થયા access_time 11:58 pm IST

  • બજેટમાં વધુ કેટલીક બેંકોના મર્જરની જાહેરાત થવા સંભાવના નવી દિલ્હીઃ નાણામંત્રી સીતારામને ૨૦૨૧ના વર્ષનું બજેટ લગભગ તૈયાર કરી લીધુ છે જેમાં તેઓ બેંકોના મર્જરનો વધુ એક રાઉન્ડ લાવે તેવી શકયતા છે. તેઓ બજેટમાં નોન બેન્કીંગ ફાય. કંપનીઓ અને કો-ઓ. બેન્કો માટે પણ કેટલીક જાહેરાતો કરે તેવી શકયતા છેઃ બજેટમાં બેંકોમાં રિફોર્મના પગલા પણ હશે access_time 1:29 pm IST