Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિ દ્વારા રરમીએ રાજકોટમાં વિશાળ ખેડૂત સંમેલન

રાજકોટઃ આગામી તા.રર જાન્‍યુઆરીએ રાજકોટમાં વિશાળ ખેડૂત સંમેલનનું આયોજન ગુજરાત કિશાન સંઘને સમીતી દ્વારા કરાયું. આ અંગે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની સૌરાષ્‍ટ્રની યાદીમાં જણાવાયું છે કે કેન્‍દ્ર સરકાર દ્વારા દેશના ખેડૂતો ઉપર જીકી દેવાયેલા ત્રણ કાળા કાયદાઓ સામે દિલ્‍હીમાં શરૂ થયેલા આંદોલનમાં ૬૦થી વધુ શહીદો થયા છે અને આંદોલનને ૫૫ દિવસ થયાં છતાં કેન્‍દ્ર સરકાર દ્વારા કોઈ જ ઊકેલ અને માગણી સંતોષવામાં આવતી નથી.  આ ત્રણ કાળા કાનૂન સ્‍પષ્ટપણે ખેડૂતો ના ફાયદા માટે નહીં પરંતુ સરકારના ગણ્‍યાગાંઠ્‍યા ચહેતા  ઉદ્યોગપતિઓના લાભમાં પસાર કરાયા છે.  આ ત્રણ કાયદાઓને કારણે ટેકાના ભાવ ની ખરીદી બંધ થશે, એપીએમસી માર્કેટ ધીરે ધીરે બંધ કરવામાં આવશે, આવશ્‍યક સેવા જાળવણી ધારામાં સુધારો થતાં ગમે તેટલી માત્રામાં સંગ્રહખોરી અને કાળા બજારની છુટ આપવામાં આવતા ખેડૂતો પાસેથી ફેંકી દેવાના ભાવે કંપનીઓ બેફામ ખરીદી કરીને સંગ્રહ કરશે અને ખેડૂત લૂંટાશે, અને સૌથી ખતરનાક કોન્‍ટ્રાક્‍ટ ર્ફામિંગ દ્વારા સીધાજ  ખેતી અને ખેતીની જમીન ઉપર સીધો કબજો મોટી કંપનીઓ મેળવશે. આમ અત્‍યારે પણ ખેડૂતો પરેશાન છે અને આ નવા  કાળા કાયદાઓથી ખેતી  અને ખેત ઉત્‍પાદન ઉપર મરણતોલ ફ ટકો કેન્‍દ્ર સરકાર દ્વારા મારવામાં આવેલ  છે. આ કાયદાના અમલથી જનતા ઉપર રાક્ષસી ભાવ વધારો ઝીંકાશે અને રેસન શોપની વ્‍યવસ્‍થા એટલે કે પીડીએસ સિસ્‍ટમને સંપૂર્ણપણે ખતમ કરવામાં આવશે અને જનતાને બજારના હવાલે કરી દેવામાં આવશે અને તેથી જ આ આંદોલન હવે આંદોલન માત્ર ખેડૂતોનું જ નહીં પરંતુ આમ જનતાનો આંદોલન બની ગયું છે.  ગુજરાતના ખેડૂતો પણ ગુજરાત કિસાન  સંઘર્ષ સમિતીના નેજા તળે આંદોલન ચલાવી રહી છે સેંકડો ખેડૂતો દિલ્‍હી પહોંચ્‍યા છે અને સૌરાષ્‍ટ્રના જિલ્લાઓમાં જનજાગળતિ માટે નાની મોટી સભાઓ યોજવામાં આવી રહી છે, તેમજ આંદોલન ના કાર્યક્રમો યોજવામાં આવી રહિયા છે.  ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા સૌરાષ્‍ટ્રના ૧૦ જિલ્લાઓના ખેડૂતોનું વિશાળ સંમેલન અને જનસભા તારીખ ૨૨મી જાન્‍યુઆરીના રોજ રેડિયસ પાર્ટી પ્‍લોટની બાજુમાં લાઈન વોટરપાર્ક સામે ૧૫૦ રિંગરોડ-૨ મુંજકા રાજકોટ ખાતે યોજવામાં આવેલ છે. આ આ સંમેલનમાં ખેડૂતોની રાષ્‍ટ્રીય સમન્‍વય સમિતિ અને સંયુક્‍ત મોરચાના આગેવાનો પણ માર્ગદર્શન માટે નિમંત્રણ આપવામાં આવેલ છે. આ સંમેલનમાં સૌરાષ્‍ટ્રના શ્રમજીવીઓ અને યુવાનો પણ આંદોલનના સમર્થનમાં જોડાશે.  તારીખ ૨૨ સંમેલનમાં સૌરાષ્‍ટ્રના તમામ જિલ્લાના ખેડૂતોને વિશાળ સંખ્‍યામાં જોડાવા માટે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના કન્‍વીનર,  ડાયાભાઈ ગજેરા, પાલભાઇ આંબલિયા, અરૂણભાઇ મહેતા, ઇન્‍દ્રનીલ વિગેરે આગેવાનોએ  અપીલ કરેલ છે.

(4:38 pm IST)