Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ભગવતીપરામાં ઘોડીપાસાના પાટલા પર બી-ડિવીઝન પોલીસનો દરોડોઃ ૬ પકડાયા

ગુજસીટોકમાં જેલમાં ગયેલા એઝાઝ ઉર્ફ ટકાનો સાગ્રીત જૂમો રમાડતો'તોઃ ૨૧૨૫૦ની રોકડ કબ્‍જે

રાજકોટ તા. ૧૮: ભગવતીપરામાં નદી કાંઠે ઘોડીપાસાનો પાટલો ચાલુ થયાની બાતમી પરથી બી-ડિવીઝન પોલીસે બપોરે દરોડો પાડી છ શખ્‍સોને પકડી લઇ રૂા. ૨૧૫૦૦ની રોકડ કબ્‍જે લીધી છે.

ગુજસીટોકના ગુનામાં જેલહવાલે થયેલા એઝાઝ ઉર્ફ ટકાના સાગ્રીત ભગવતીપરા-૧૦ના જુમા જીવાભાઇ ઠેબાપોત્રા (ઉ.વ.૪૦)એ ઘોડીપાસાનો જૂગાર રમાડવાનું ચાલુ કર્યાની બાતમી મળતાં પીઆઇ એમ. બી. ઓૈસુરાની રાહબરીમાં પીએસઆઇ ડામોર, એએસઆઇ વિરમભાઇ ધગલ સહિતે દરોડો પાડી જુમા તેમજ અહેમદ મુનાભાઇ ચામડીયા (ગોંડલ મોટી બજાર), યુનુસ ઇલ્‍યાસભાઇ ચાનીયા (રહે. ખોડિયારનગર આજી વસાહત), ઇરફાન રસુલભાઇ કપદા (રહે. બાબરીયા કોલોની મોરારીનગર), ઇકબાલ અલ્લારખાભાઇ સંધી (રહે. જંકશન પ્‍લોટ) અને રફીક દાઉદભાઇ ભાણુ (રહે. ભગવતીપરા)ને પકડી લઇ ઘોડીપાસા અને રોકડ કબ્‍જે કરી હતી. સાથે મનોજભાઇ, નિરવ પટેલ, અજય બસીયા, પરેશ સોડીયા, દીગુભા, નિરવ પટેલ સહિતનો સ્‍ટાફ પણ જોડાયો હતો.

(4:35 pm IST)